Home /News /career /Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી
Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી
કોચીન શીપયાર્ડ લિમીટેડમાં નોકરી માટે ભરતી
Cochin Shipyard Limited Recruitment 2021 : કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)એ હાલમાં જ એક નોટીફિકેશન જાહેર (CSL Job Notification) કરીને 70 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ નોટીફિકેશન અનુસાર 70 પ્રોજેક્ટ ઓફિસર્સ (Project Officers)ના ખાલી પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)એ હાલમાં જ એક નોટીફિકેશન જાહેર (CSL Job Notification) કરીને 70 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ નોટીફિકેશન અનુસાર 70 પ્રોજેક્ટ ઓફિસર્સ (Project Officers)ના ખાલી પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ઓનલાઇન એપ્લીકેશન (Apply Online) પ્રક્રિયા 19 નવેમ્બર, 2021થી શરૂ થઇ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવારો 3 ડિસેમ્બર, 2021 સુધીમાં અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઇટ cochinshipyard.in પર જઈને નોટીફિકેશનમાં તમામ વિગતો તપાસી શકો છો.
પગાર ધોરણ
જાહેર કરવામાં આવેલ નોટીફિકેશન અનુસાર, સિનિયર પ્રોજેક્ટ ઓફિસર અને પ્રોડજેક્ટ ઓફિસર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સિનિયર પ્રોજેક્ટ ઓફિસર્સની પોસ્ટ માટે ત્રીજા વર્ષમાં માસિક રૂ. 50,000 સુધી પગાર ચૂકવવામાં આવશે, જ્યારે પ્રોજેક્ટ ઓફિસર્સને માસિક રૂ. 40,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.
CSLમાં આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જીનિયરીંગ, ઈલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્જીનિયરીંગની ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે અરજી કરવા ઉમેદવાર પાસે કમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. આ તમામ ડિગ્રીઓ તમે 60 ટકા માર્ક્સ સાથે મેળવી હોવી પણ આવશ્યક છે.
સિનિયર પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે અરજી કરવા 3 ડિસેમ્બર, 2021 સુધીમાં ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. એટલે કે ઉમેદવારનો જન્મ 4 ડિસેમ્બર, 1986 કે ત્યાર બાદ થયેલો હોવા જોઇએ.
પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે 3 ડિસેમ્બર, 2021 સુધીમાં ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ. એટલે કે ઉમેદવારનો જન્મ 4 ડિસેમ્બર, 1991 કે ત્યાર બાદ થયેલો હોવો જોઇએ.
અરજી ફી
એપ્લીકેશન ફીમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા એપ્લીકેશન ફી રાખવામાં આવી છે, જે નોન રીફન્ડેબલ છે. જોકે, SC, ST, PwBDના ઉમેદવારો માટે કોઇ ફી વસૂલવામાં આવશે નહીં.
આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઓબ્જેક્ટિવ ટાઇપ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇચ્છૂક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર