Sainik School Admission 2022: અખીલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા માટે ફરી એકવાર અરજી કરી શકો છો. ઓનલાઇન એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ હવે ફરીથી અજી કરી શકે છે. વિદ્યાર્થીઓ 5મી નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે અને 7-10 નવેમ્બર સુધીમાં એમાં વિગતોની કોઈ ભૂલ હોય તો સુધારી શકશે. અગાઉ આ અરજી કરવા માટેની છેલ્લી તારીખ 26મી ઑક્ટોબર હતી ( Last date of Sainik School Admission 2022). અહીંયા અમે પ્રવેશ પ્રક્રિયાની માહિતી સાથે ઓનલાઇન અરજી કરવાના ફોર્મની સીધી લિંક આપી રહ્યા છે. સાથે જ પરીક્ષા માટેની મહત્ત્વની તારીખો અને ફી વગેરેની માહિતી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સીધા અરજી કરી શકશે. સૈનિક સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા દ્વારા ધો.6 અને ધો.9માં પ્રવેશ મળે છે.રાજ્યમાં જામનગરના બાલાચડીમાં એક માત્ર સૈનિક સ્કૂલ છે જ્યાં આ પ્રક્રિયાથી પ્રવેશ મળી શકે છે.
તમને જણાવી દઈએ કે આ પ્રવેશ પરીક્ષા 6ઠ્ઠા અને 9મા ધોરણમાં પ્રવેશ માટે લેવામાં આવનાર છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 9 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે. પરીક્ષા ઑફલાઇન એટલે કે પેન-પેપર મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દેશના 176 શહેરોમાં લેવાશે. પ્રવેશ માટેની અંતિમ પસંદગી શાળાવાર રેન્ક, વર્ગવાર રેન્ક અને કેટેગરી મુજબના ક્રમના આધારે કરવામાં આવશે.
રાજ્યમાં બાલાચડી એક માત્ર સૈનિક સ્કૂલ
1962થી રાજયમાં એક માત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં કાર્યરત છે. જયા વિધાર્થીઓને ધોરણ 6 તેમજ ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવે છે. જે માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય છે. અત્યાર સુધી આ સૈનિક સ્કૂલમાં માત્ર બાળકોને પ્રવેશ મળતો, પરંત હવે બાળકીઓને પ્રવેશ આપવાનુ શરૂ કરવામાં આવતા વિધાર્થીનીઓ પણ સૈનિક સ્કૂલમાં અભ્યાસ અને તાલીમ લઈ શકશે. સૈનિક સ્કૂલમાં બાળકોને અભ્યાસની સાથે શારિરીક કરસતો, તેમજ સુરક્ષા એજન્સીમા જવા માટેની વિવિધ તૈયારીઓ તાલીમ આપવામાં આવે છે.
સૈનિક સ્કૂલના વિધાર્થીઓ દેશની વિવિધ એજન્સીમાં જોડાઈને દેશની સેવા કરે છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓમાં મહિલાઓ પણ જોડાય છે. પરંતુ સૈનિક સ્કૂલમાં હાલ સુધી પ્રવેશ મળતો ના હતો. ગુજરાતની બાલાચડી સૈનિક સ્કૂલમાં હવેથી વિધાર્થી નીઓની પ્રવેશના દ્રાર ખુલતા નવા સત્રથી વિધાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર