Home /News /career /SAIL Trainee Recruitment 2022 : 200થી વધારે ખાલી પોસ્ટ્સ માટે થઈ રહી છે ભરતી, આ છે છેલ્લી તારીખ
SAIL Trainee Recruitment 2022 : 200થી વધારે ખાલી પોસ્ટ્સ માટે થઈ રહી છે ભરતી, આ છે છેલ્લી તારીખ
ટ્રેની ભરતી નોટિફિકેશન
SAIL Recruitment 2022: આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેઓએ નક્કી કરેલ તારીખ અને સ્થળ પર ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. જે એલિજિબલ ઉમેદવારોને અરજી ફોર્મમાં દર્શાવેલ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે.
SAIL Rourkela Recruitment 2022 Notification: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), રાઉરકેલા દ્વારા મેડિકલ એટેન્ડન્ટ ટ્રેનિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ ટ્રાન્સક્રિપ્શન ટ્રેનિંગ, મેડિકલ લેબ ટેકનિશિયન ટ્રેનિંગ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગ, OT/એનેસ્થેસિયા આસિસ્ટન્ટ ટ્રેનિંગ, એડવાન્સ ફિઝિયોથેરાપી ટ્રેનિંગ, રેડિયોગ્રાફર ટ્રેનિંગ, ફાર્માસિસ્ટ ટ્રેનિંગ વગેરે સહિત 200 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 20 ઓગસ્ટ, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
ઇસ્પાત જનરલ હોસ્પિટલ, રાઉરકેલા ખાતે એક વર્ષના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેઓએ નક્કી કરેલ તારીખ અને સ્થળ પર ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. જે એલિજિબલ ઉમેદવારોને અરજી ફોર્મમાં દર્શાવેલ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે.
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) ઈન્ટરવ્યુ શિડ્યુઅલની વિગતો માટે તેની વેબસાઈટ પર સૂચના જાહેર કરશે
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજીઓ સબમિટ કરવા માટે શરૂઆતની તારીખ : 05 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજીઓ સબમિટ કરવા માટે અંતિમ તારીખ: 20 ઓગસ્ટ 2022