Home /News /career /

RSMSSB Recruitment 2022: જુનિયર એન્જિનિયરના 1092 પદ પર ભરતી, અરજી કરવાની અંતિમ તક

RSMSSB Recruitment 2022: જુનિયર એન્જિનિયરના 1092 પદ પર ભરતી, અરજી કરવાની અંતિમ તક

RSSB recruitment : રાજસ્થાનમાં એન્જિનિયર માટે સરકારી નોકરી, આજે અરજી કરવાની અંતિમ તક

RSMSSB Recruitment 2022:  ઉમેદવારે sso.rajasthan.gov.in પર નોંધણી પહેલાં તેમનું SSO ID બનાવવું જરૂરી છે. આજે આ નોકરી માટે અરજી કરવામની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. 

    RSMSSB Recruitment 2022:  રાજસ્થાન ગૌણ અને મંત્રી સેવા પસંદગી બોર્ડ (RSMSSB) 1092 જુનિયર એન્જિનિયર (JE)ના પદ પર ભરતી બહાર પાડી છે  છે. આ ભરતીમાં અરજી કરવા ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો ઉમેદવારો પાત્ર છે. આ નોકરી માટે પસંદ થનાર ઉમેદવારોને મહિને રૂ.33,800 જેટલો પગાર મળશે. નોકરી કરવા માટે ઇચ્છુક ઇજનેરો rsmssb.rajasthan.gov.in પર 19 ફેબ્રુઆરી 2022 અથવા તે પહેલાં RSMSSBની ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારે sso.rajasthan.gov.in પર નોંધણી પહેલાં તેમનું SSO ID બનાવવું જરૂરી છે. આજે આ નોકરી માટે અરજી કરવામની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    આ નોકરી માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા મે 2022માં લેવાઈ શકે છે.

    ખાલી જગ્યાની વિગતો

    પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે PWDમાં જુનિયર એન્જીનીયર સિવિલ (ડીગ્રી) માટેની કુલ 422 જગ્યા છે. જ્યારે જુનિયર એન્જીનીયર સિવિલ (ડિપ્લોમા) માટે 66 જગ્યા છે. આવી જ રીતે સ્વાયત શાસન વિભાગમાં જુનિયર એન્જીનીયર સિવિલ (ડીગ્રી) માટે 145, જુનિયર એન્જીનીયર સિવિલ (ડિપ્લોમા) માટે 36, જુનિયર એન્જીનીયર ઇલેક્ટ્રિકલ (ડીગ્રી) માટે 44 અને જુનિયર એન્જીનીયર ઇલેક્ટ્રિકલ (ડિપ્લોમા) માટે 11 જગ્યાઓ છે.

    આ પણ વાંચો :  DRDO Scholarship 2022 for Girls: વિદ્યાર્થિનીઓ માટે ડીઆરડીઓની સ્કોલરશીપ, રૂ. 1,86,000 સુધી મળશે સહાય

    બીજી તરફ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)માં જુનિયર એન્જીનીયર સિવિલ (ડિપ્લોમા) માટે 204, જુનિયર એન્જીનીયર સિવિલ (ડીગ્રી) માટે 101, જુનિયર એન્જીનીયર મેકેનિકલ (ડીગ્રી) માટે 27 અને જુનિયર એન્જીનીયર મેકેનિકલ (ડિપ્લોમા) માટે 37 જગાઓ છે. કુલ 1092 જગ્યાઓ પર ભરતી થશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા1092
    શૈક્ષણિક લાયકાત

    ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા બી.ઇ/બી.ટેક



    પોસ્ટ્સ માટે પસંદગી પ્રક્રિયા



    પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે, આ પરીક્ષા મે 2022માં યોજાશે.

    અરજી ફીજનરલ અને ક્રીમી લેયર OBC/ SBC કેટેગરીના ઉમેદવારોને 450 રૂપિયા જ્યારે ક્રીમી લેયર OBC/ SBC કેટેગરીના ઉમેદવારોને 350 રૂપિયા અને
    SC/ ST/ PWD ઉમેદવારોને 250
    અરજી કરવાની અંતિમ તારીખ19-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    RSMSSB Recruitment 2022 પોસ્ટ્સ માટે લાયકાતના માપદંડ

    શૈક્ષણિક લાયકાત:

    ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા બી.ઇ/બી.ટેક

    વય મર્યાદા:

    18 થી 40 વર્ષ

    પોસ્ટ્સ માટે પસંદગી પ્રક્રિયા

    પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે, આ પરીક્ષા મે 2022માં યોજાશે.

    ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

    RSMSSBની સત્તાવાર વેબસાઇટ rsmssb.rajasthan.gov.in પર 21 જાન્યુઆરી 2022થી 19 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

    RSMSSB Recruitment 2022 અરજી ફી:

    જનરલ અને ક્રીમી લેયર OBC/ SBC કેટેગરીના ઉમેદવારોને 450 રૂપિયા જ્યારે ક્રીમી લેયર OBC/ SBC કેટેગરીના ઉમેદવારોને 350 રૂપિયા અને
    SC/ ST/ PWD ઉમેદવારોને 250 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

    અહીંથી આ નોકરી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર