RSMSSB Recruitment 2022: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રાજસ્થાન ગૌણ અને મંત્રીમંડળીય સેવા પસંદગી બોર્ડે (RSMSSB Vacancy) મોટી સંખ્યામાં બેઝિક કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર અને સિનિયર કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે.
RSMSSB Recruitment 2022: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રાજસ્થાન ગૌણ અને મંત્રીમંડળીય સેવા પસંદગી બોર્ડે (RSMSSB Vacancy) મોટી સંખ્યામાં બેઝિક કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર અને સિનિયર કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. રાજસ્થાનના માધ્યમિક શિક્ષણ વિભાગ હેઠળ કુલ 10167 ખાલી જગ્યાઓ છે. કુલ જગ્યાઓમાંથી 9862 જગ્યાઓ બેઝિક કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે અને 901 જગ્યાઓ સીનિયર કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે છે.
આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો જરૂરી સત્તાવાર વેબસાઇટ પર 8 ફેબ્રુઆરીથી RSMSSB કમ્પ્યુટર પ્રશિક્ષક ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. અરજી ફોર્મ 9 માર્ચના રોજ બંધ થશે. ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ www.sso.rajasthan.gov.in પર પોતાનું SSO ID બનાવવું પડશે.
સિનિયર કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર - CS/IT/ECE/EE/EEE/EIC/TIEમાં એમ.ઇ./એમ.ટેક અથવા એમસીએ અથવા M.Sc કમ્પ્યુટર સાયન્સ અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ. આ સાથે દેવનાગરી હિંદી અને રાજસ્થાની સંસ્કૃતિનું જ્ઞાન જરૂરી છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
10157
શૈક્ષણિક લાયકાત
બેઝિક કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર - ગ્રેજ્યુએશન + એ લેવલ /પીજીડીસીએ ઓછામાં ઓછા એક વર્ષ અથવા BS /IT /ECE /EE/ E/ EIC/TIE અથવા B.Sc બી.ઇ./ બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
સિનિયર કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર - CS/IT/ECE/EE/EEE/EIC/TIEમાં એમ.ઇ./એમ.ટેક અથવા એમસીએ અથવા M.Sc કમ્પ્યુટર સાયન્સ અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ. આ સાથે દેવનાગરી હિંદી અને રાજસ્થાની સંસ્કૃતિનું જ્ઞાન જરૂરી છે.
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 08 ફેબ્રુઆરીથી 09 માર્ચ 2022 સુધી નીચે મુજબની પદ્ધતિ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
- RSMSSBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- rsmssb.rajasthan.gov.in કરો અને તમારા SSO ID અને પાસવર્ડની મદદથી તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
- લોગઇન કર્યા પછી Dashboard હેઠળ ઉપલબ્ધ Ongoing Recruitment પર જાઓ અને Apply Now પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો ભરો અને Next પર ક્લિક કરો.
ત્યાંથી Application Preview Page ખુલશે.
- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
- નેટ બેન્કિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈ-મિત્રા દ્વારા તમારી અરજી ફીની ચૂકવણી કરો.