Home /News /career /Jobs for 10th Pass: રેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી

Jobs for 10th Pass: રેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી

Railway Naukri 2021: આઇટીઆઇ કરેલા ઉમેદવારોને ઉત્તર રેલવેમાં નોકરીની ઉત્તમ તક, જાણો ફી અને ઉંમરમર્યાદા વિશે

Railway Naukri 2021: આઇટીઆઇ કરેલા ઉમેદવારોને ઉત્તર રેલવેમાં નોકરીની ઉત્તમ તક, જાણો ફી અને ઉંમરમર્યાદા વિશે

Railway Naukri: ઉત્તર રેલવેમાં (Northern Railway) ધોરણ-10 પાસ માટે બમ્પર નોકરીની તક છે. ઉત્તર રેલવેના રિક્રૂટમેન્ટ સેલે (Railway Recruitment Cell) અપ્રેન્ટિસ ટ્રેનિંગ માટે ભરતી પ્રક્રિયા (RRC Recruitment 2021) હાથ ધરી છે. તેમાં 3093 વેકન્સી છે. આ ભરતી ઉત્તર રેલવેના વિવિધ ડિવીઝન, યૂનિટ અને વર્કશોપ માટે થઈ રહી છે. તેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી 20 ઓક્ટોબર સુધી કરવામાં આવી શકે છે. ઉત્તર રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ, અભ્યર્થીને સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ (ITI) કરેલું હોવું જોઈએ. સાથોસાથ તેમની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમર મર્યાદામાં SC અને STને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળશે.

અપ્રેન્ટિસ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

ઉત્તર રેલવે અપ્રેન્ટિસ ભરતી (RRC Railway Apprentice Recruitment 2021) માટે ઉમેદવારોને ઓછામાં ઓછું ધોરણ-10 પાસ હોવું જરુરી છે. સાથોસાથ સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇનું સર્ટિફિકેટ (ITI Certificate) પણ હોવું જોઈએ.

RRC Recruitment 2021: ઉત્તર રેલવે અપ્રેન્ટિસ ભરતીની અગત્યની તારીખો

અપ્રેન્ટિસ ભરતીની શોર્ટ નોટિસ જાહેર થઈ14 સપ્ટેમ્બર 2021
ઓનલાઇન અરજીની શરૂઆત20 સપ્ટેમ્બર 2021
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2021
અરજી કરવા માટેની ફી100 રૂપિયા



RRC Recruitment 2021: કેવી રીતે થશે પસંદગી

યોગ્ય ઉમેદવારની પસંદગી અરજીના સ્ક્રીનિંગ અને સ્ક્રુટનીના આધાર પર થશે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા કે વાઇવાનું આયોજન નથી થવાનું. સ્ક્રીનિંગ અને સ્ક્રુટનીમાં ધોરણ-10 અને આઇટીઆઇટમાં મળેલા માર્ક્સને જોડીને મેરીટ તૈયાર કરવામાં આવશે.

RRC Recruitment 2021: અહીં ક્લિક કરીને નોટિસ વાંચો...

આ પણ વાંચો, OLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ

રેલ કૌશલ વિકાસ યોજનાનું લક્ષ્યાંક


Rail Kaushal Vikas Yojana યુવાઓનું કૌશલ વધારવાની સાથે સાથે આત્મનિર્ભર બનાવશે. આશરે 50,000 યુવાઓને આગામી ત્રણ વર્ષ સુધી આ યોજના અંતર્ગત તાલિમ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 100 કલાકની તાલિમ આપવામાં આવશે. તાલિમ પૂર્ણ કર્યાં બાદ યુવાઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ તાલિમ અલગ અલગ તિલામ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો, Army Bharti 2021: તમારો Tattoo પ્રેમ સેનામાં ભરતીનું સપનું તોડી ન દે! જાણો નિયમ

આ યોજનાની શરૂઆત 17મી સપ્ટેમ્બર, 2021ના રોજ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 18થી 35 વર્ષની વયના યુવાઓ રેલવે તાલિમ સંસ્થાઓમાં ઉદ્યોગ સંબંધિત તાલિમ લઈ શકે છે. આ માટે દેશમાં 75 અલગ અલગ રેલવે તાલિમ કેન્દ્ર ખાતે તાલિમ આપવામાં આવશે. જોકે, આ યોજનામાં તાલિમ મેળવ્યા બાદ રેલવેમાં નોકરી મળી જશે તેવો કોઈ દાવો નથી કરવામાં આવ્યો. આ યોજનાની શરૂઆત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Railway minister AshwiniVaishnaw) તરફથી કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કામાં આ યોજના અંતર્ગત 1,000 યુવાઓને તાલિમ આપવામાં આવશે. ત્રણ વર્ષની અંદર કુલ 50,000 યુવાઓને તાલિમ આપવામાં આવશે.
First published:

Tags: Indian railways, Jobs, Naukari, કેરિયર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો