Home /News /career /

Railway Recruitment: રેલવે ભરતી ગ્રુપ D લેવલ 1 એડમિટ કાર્ડ રિલીઝ, આ રીતે ડાઉનલોડ કરો

Railway Recruitment: રેલવે ભરતી ગ્રુપ D લેવલ 1 એડમિટ કાર્ડ રિલીઝ, આ રીતે ડાઉનલોડ કરો

રેલવેમાં ભરતી

RRB Group D exam 2022 : રેલવે ભરતી બોર્ડ, RRB એ ગ્રુપ D લેવલ 1 પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું છે. આરઆરબીની સ્થાનિક વેબસાઇટ્ પર એડમિટ કાર્ડ રિલીઝ કરવામાં આવ્યા છે.

    RRB Group D exam 2022: રેલવે ભરતી બોર્ડ, RRB એ ગ્રુપ D લેવલ 1 પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું છે. આરઆરબીની સ્થાનિક વેબસાઇટ્ પર એડમિટ કાર્ડ રિલીઝ કરવામાં આવ્યા છે. જેને ઉમેદવારો તેમના લોગીન ID દ્વારા ડાઉનલોડ કરી શકશે. તમને જણાવી દઈએ કે RRB ગ્રુપ D લેવલ 1 ની પરીક્ષા 17 થી 25 ઓગસ્ટ 2022 દરમિયાન યોજાવાની છે.

    પરીક્ષા અલગ અલગ તબક્કામાં યોજાશે. અન્ય તબક્કાની પરીક્ષા તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. હાલમાં, લેવલ 1 નું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી અહીં જણાવાઈ છે.
    એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

    સૌ પ્રથમ આરઆરબીની સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લો.
    હવે મુખ્ય પેજ પર ઉપલબ્ધ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
    ત્યાર બાદ તમારું લૉગિન ID દાખલ કરો અને સબમિટ કરો.
    એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

    RRB ગ્રુપ D લેવલ 1 ની પરીક્ષા કમ્પ્યુટર આધારિત મોડમાં હશે. જેમાં ઉમેદવારોને જનરલ સાયન્સ, મેથેમેટિક્સ, કરંટ અફેર્સ, જનરલ અવેરનેસ અને જનરલ ઈન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ જેવા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા કુલ દોઢ કલાકની રહેશે. તેમજ તેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે.

    BSNL Government Job 2022: પરીક્ષા વગર BSNLમાં સરકારી નોકરી, કેટલો મળશે પગાર?



    ઉલ્લેખનીય છે કે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા કર્ણાટક વિભાગમાં ઇન્ટર્નશીપ ટ્રેઇનીઓની ભરતી માટે આવેદન અરજીઓ મંગવાઈ છે, પદ માટે ઇચ્છુક અને લાયક ઉમેદવાર ભરતી માટે BSNLની સત્તાવાર વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે. (Government job) આ પદ માટે અરજી પ્રક્રિયા હાલ શરૂ છે.(Career opportunity BSNL)

    ઉપરાંત ઉમેદવાર અહીં આપેલી લિંકનો ઉપયોગ કરી http://karnataka.bsnl.co.in/ અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 100 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવાર BSNL દ્વારા જાહેર કરેલી સત્તાવાર નોટોફિકેશન PDF દ્વારા વધુ માહિતી મેળવી શકે છે. વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

    ICG Recruitment 2022: ICGમાં વિવિધ પદો પર આવી ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો


    ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2022) વિવિધ પોસ્ટ માટે પુરુષ અને મહિલા ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર) તરીકે હાયર (Jobs) કરી રહ્યું છે. 02/2023 બેચ માટે જનરલ ડ્યુટી (GD), કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (SSA) અને ટેકનિકલ અને લો એન્ટ્રી માટે 71 વેકેન્સીઝ ઉપલબ્ધ છે. આઈસીજી (ICG) 17 ઓગસ્ટ 2022થી ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 07 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેની વેબસાઇટ એટલે કે joinindiancoastguard.gov.inપર તેમની અરજી સબમિટ કરી શકશે.

    Published by:Krunal Rathod
    First published:

    Tags: Government jobs, Railway Jobs, Recruitment, Recrutiment 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन