Home /News /career /

RRB Group D: આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના ફોર્મમાં સુધારો કરવાની અંતિમ તક, અહીંથી મળશે ડાયરેક્ટ લિંક

RRB Group D: આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના ફોર્મમાં સુધારો કરવાની અંતિમ તક, અહીંથી મળશે ડાયરેક્ટ લિંક

RRB Group D application Modification : આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાની મોડિકેશન લિંક બહાર આવી છે આજે સુધારો કરવાનો અંતિમ દિવસ

રેલવે ભર્તી બોર્ડ (Railway Recruitment Board Exam 2021)  દ્વારા આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા 2021 (RRB Group D Exam application Link)  માટે એપ્લિકેશન મોડિફિકેશન લિંકને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. અહીંથી સીધા કરો અરજી

    RRB Group D: રેલવે ભર્તી બોર્ડ (Railway Recruitment Board Exam 2021)  દ્વારા આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા 2021 (RRB Group D Exam application Link)  માટે એપ્લિકેશન મોડિફિકેશન લિંકને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોને એપ્લિકેશન ફોર્મ સાઇન અને ફોટોના કારણે રિજેક્ટ થયા હતા તેઓ આ લિંક દ્વારા ફરી સાઇન અને ફોટો અપલોડ કરી શકે છે અને એપ્લિકેશન (RRB Group D Exam application Form Modification Link)  ફોર્મમાં સુધારો કરી શકે છે. મૉડિફિકેશન લિંક તમામ આરઆરબી વેબસાઇટ પર એક્ટિવેટ કરી દેવામાં આવી છે. આ લિંક 26મી ડિસેમ્બર સુધી એક્ટિવેટ રહેશે. ઉલ્લેખનીય છે કે આ ભૂલના કારણે અત્યારસુધીમાં 4,85,607 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે. આ નોકરી માટે ફોર્મ ભર્યુ હોય તો આજે ફોર્મ સુધારવાની અંતિમ તારીખ છે.

    ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં ગુજરાત સહિત દેશના લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે એક નાનકડી ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અહીયા આપવામાં આવેલી ઼ડાયરેક્ટ એપ્લિકેશનની લિંક પરથી આ ફોર્મ ભરી શકાશે.  અહીંયા નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને અનુસરી અને ઉમેદવારો ફોર્મ સુધારી શકશે.

    આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

    RRB Group D એપ્લિકેશન ફોર્મમાં આવી રીતે સુધારો કરો

    સ્ટેપ 1 : ઉમેદવારોએ પહેલાં પોતાના રિજ્યનની વેબસાઇટ પર જવાનું રહેશે

    સ્ટેપ 2 : વેબસાઇટ પર આપવામાં આવેલી મોડિફિકેશન લિંક પર ક્લિક કરો

    સ્ટેપ 3 : હવે રજિસ્ટ્રેશન નંબર જન્મતારીખ સબમીટ કરી અને લૉગ ઈન કરો

    ફોર્મમાં સુધારો કરવાની ડાયરેક્ટ લિંક

    ક્યારથી શરૂ થશે પરીક્ષા

    ઉલ્લેખનીય છે કે ગ્રુપ ડીની પરીક્ષા સંભવત: આગામી 23મી ફેબ્રઆરીથી શરૂ થશે. રેલેવે ગ્રુપ ડી પરીક્ષા સિટી તારીખ અને એસસી એસટી ટ્રાવેલ ઑથોરિટીને એક્ઝામના 10 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના રિજ્યનમાં આરઆરબી વેબસાઇટની પરીક્ષાની તારીખ, સિટી અને પોતાનું એડમિટ કાર્ડ ચેક કરી શકે છે.

    આ પણ વાંચો : GMRCL Recruitment : ગુજરાત મેટ્રોમાં ભરતી, રૂપિયા 1 લાખ સુધી મળશે પગાર

    2019માં આવ્યું હતું નોટિફિકેશન

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ગ્રુપ ડીની પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગમાં કુલ 1,03,769 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષાની ઓનલાઇન એપ્લિકેશન 12 માર્ચથી 12 એપ્રિલ 2019 સુધી ભરવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Board Exams, કેરિયર, શિક્ષણ

    આગામી સમાચાર