Home /News /career /RRB Group D: આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના ફોર્મ સુધારવાની લિંક એક્ટિવેટ થઈ, ભૂલ થઈ હોય તો સુધારી શકાશે

RRB Group D: આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના ફોર્મ સુધારવાની લિંક એક્ટિવેટ થઈ, ભૂલ થઈ હોય તો સુધારી શકાશે

RRB Group D application Modification : આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાની મોડિકેશન લિંક બહાર આવી છે

RRB Group D application Modification Link Activated : રેલવે ભર્તી બોર્ડ (Railway Recruitment Board Exam 2021)  દ્વારા આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા 2021 (RRB Group D Exam application Link)  માટે એપ્લિકેશન મોડિફિકેશન લિંકને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. અહીંથી સીધા કરો અરજી

વધુ જુઓ ...
RRB Group D Application Modification Link Activated: રેલવે ભર્તી બોર્ડ (Railway Recruitment Board Exam 2021)  દ્વારા આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા 2021 (RRB Group D Exam application Link)  માટે એપ્લિકેશન મોડિફિકેશન લિંકને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોને એપ્લિકેશન ફોર્મ સાઇન અને ફોટોના કારણે રિજેક્ટ થયા હતા તેઓ આ લિંક દ્વારા ફરી સાઇન અને ફોટો અપલોડ કરી શકે છે અને એપ્લિકેશન (RRB Group D Exam application Form Modification Link)  ફોર્મમાં સુધારો કરી શકે છે. મૉડિફિકેશન લિંક તમામ આરઆરબી વેબસાઇટ પર એક્ટિવેટ કરી દેવામાં આવી છે. આ લિંક 26મી ડિસેમ્બર સુધી એક્ટિવેટ રહેશે. ઉલ્લેખનીય છે કે આ ભૂલના કારણે અત્યારસુધીમાં 4,85,607 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં ગુજરાત સહિત દેશના લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે એક નાનકડી ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અહીયા આપવામાં આવેલી ઼ડાયરેક્ટ એપ્લિકેશનની લિંક પરથી આ ફોર્મ ભરી શકાશે.  અહીંયા નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને અનુસરી અને ઉમેદવારો ફોર્મ સુધારી શકશે.

RRB Group D એપ્લિકેશન ફોર્મમાં આવી રીતે સુધારો કરો

સ્ટેપ 1 : ઉમેદવારોએ પહેલાં પોતાના રિજ્યનની વેબસાઇટ પર જવાનું રહેશે

સ્ટેપ 2 : વેબસાઇટ પર આપવામાં આવેલી મોડિફિકેશન લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3 : હવે રજિસ્ટ્રેશન નંબર જન્મતારીખ સબમીટ કરી અને લૉગ ઈન કરો

ફોર્મમાં સુધારો કરવાની ડાયરેક્ટ લિંક

ક્યારથી શરૂ થશે પરીક્ષા

ઉલ્લેખનીય છે કે ગ્રુપ ડીની પરીક્ષા સંભવત: આગામી 23મી ફેબ્રઆરીથી શરૂ થશે. રેલેવે ગ્રુપ ડી પરીક્ષા સિટી તારીખ અને એસસી એસટી ટ્રાવેલ ઑથોરિટીને એક્ઝામના 10 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના રિજ્યનમાં આરઆરબી વેબસાઇટની પરીક્ષાની તારીખ, સિટી અને પોતાનું એડમિટ કાર્ડ ચેક કરી શકે છે.

આ પણ વાંચો :  GSSB Head clerk Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી અટકાવાઈ, પેપર લીક થયું હોવાનો નનૈયો

2019માં આવ્યું હતું નોટિફિકેશન

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ગ્રુપ ડીની પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગમાં કુલ 1,03,769 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષાની ઓનલાઇન એપ્લિકેશન 12 માર્ચથી 12 એપ્રિલ 2019 સુધી ભરવામાં આવી હતી.
First published:

Tags: Railway Recruitment 2021, Recruitment 2021, કેરિયર