Home /News /career /Ahmedabad Job Alert: રોજગાર ભરતી મેળો, 4 ફેબ્રુઆરીએ મોટી કંપનીઓમાં નોકરી કરવાની સુવર્ણ તક, 9 પાસ પણ લઈ શકશે ભાગ
Ahmedabad Job Alert: રોજગાર ભરતી મેળો, 4 ફેબ્રુઆરીએ મોટી કંપનીઓમાં નોકરી કરવાની સુવર્ણ તક, 9 પાસ પણ લઈ શકશે ભાગ
અમદાવાદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન
Rojgar Bharti Melo Ahmedabad 2023: અમદાવાદમાં રોજગાર ભરતી મેળાનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળવામાં 20 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે અને 1000 ઉમેદવારો માટે નોકરીના દ્વાર ખોલશે. અહીં ધોરણ-9થી 12 પાસ અને ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલા યુવાનો પણ ભાગ લઈ શકશે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી એકવાર રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-9થી 12 પાસ અને ગ્રેજ્યુએટ નોકરી વાંછુક યુવાનો માટે વધુ એક તક ખુલી છે. જેમાં 20 જેટલી અલગ-અલગ સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહેશે અને 1000 ઉમેદવારોને નોકરીની તક મળી શકે છે. આ ભરતી મેળો ચાલુ અઠવાડિયામાં જ યોજાઈ રહ્યો છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે નોકરીની શોધમાં હોવ તો આ ભરતી મેળામાં અચૂક હાજર રહેજો. આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લાની અલગ-અલગ સેક્ટર સાથે સંકળાયેલી અગ્રણી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે. ભરતી મેળામાં મલ્ટી નેશનલ કંપનીઓ પણ નોકરીઓ લઈને હાજર રહેશે. ભરતી પ્રક્રિયા અંગે મહત્વની વિગતો નીચે પ્રમાણે રહેશે.
ભરતી મેળાને લગતી મહત્વની વિગતો
ભરતી મેળાની તારીખ-સમય આ ભરતી મેળો 4 ફેબ્રુઆરી 2023ના રોજ અમદાવાદમાં યોજાશે. ભરતી મેળાની પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે.
ભરતી મેળાનું સ્થળઃ રોજગાર ભરતી મેળાનું સ્થળ અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક - A/B, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ છે.
કોણ અરજી કરી શકશે? આ ભરતી મેળામાં ધોરણ-9થી 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ITI કરી ચુકેલા, ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, રસ ધરાવનારા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે રોજગાર ભરતી મેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું પડશે.