Home /News /career /

RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

રાજકોટ મહાનગરુપાલિકા દ્વારા 617 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અરજી કરવાની અંતિમ તારીખ નજીક

RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા 617 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    RMC Recruitment 2022: સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 617 જગ્યા માટે ભરતી બહાર (RMC Recruitment 2022) પડી છે. આ નોકરી માટે ભરતીની જાહેરાત રાજકોટ મનપાની વેબસાઈટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. રાજકોટ મનપાની આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન (RMC Recruitment 2022 Online Application) અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20-5-2022 (RMC Recruitment 2022 Last Date of Online Application) છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

    RMC Recruitment 2022: જગ્યા

    આ ભરતીમાં એપ્રેન્ટિસની 617 ખાલી જગ્યા છે. જેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવાવમાં આવી છે. ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશનની લિંક 07મી મેના રોજથી થઈ ગઈ છે.

    RMC Recruitment 2022: લાયકાત

    આ નોકરી માટે ઉમેદવારોએ વિવિધ ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત ઉંમર મર્યાદા પણ લાગુ થશે. ઉમેદવારોએ રાજકોટ મનપાની વેબસાઈટ પર આ જાહેરાત જોવાની રહેશે.

    RMC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ એપ્રેન્ટિસની ભરતી છે જેમાં મુખ્યત્વે મેરીટના આધારે પસંદગી થતી હોય છે પરંતુ ઉમેદવારોએ આ અંગે વિગતવારે નોટિફીકેશન વાંચવાનું રહેશે.

    RMC Recruitment 2022: અરજી કરવાની રીતે

    ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.

    આ પણ વાંચો : ONGC Recruitment: ONGCમાં 922 જગ્યા માટે બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

    ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર 15 કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

    RMC Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા617
    શૈક્ષણિક લાયકાતઆટીઆઈ
    પસંદગી પ્રક્રિયાઓનલાઈન અરજી દ્વારા
    અરજી ફીઉલ્લેખ નથી
    અરજી કરવાની અંતિમ તારીખ20-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો
    ઓનલાઈનલ અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો



    RMC Recruitment 2022: ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ

    1.પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
    2.રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
    3ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
    4.રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

    આ પણ વાંચો : SIDBI Recruitment 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    RMC Recruitment 2022: અરજી પહોંચાડવાની તારીખ

    ઉમેદવારોએ આ અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે. આ ઉપરાંત આ પ્રિન્ટ સાથે માંગવામાં આવેલા સર્ટિફિકેટને જોડે સ્વપ્રમાણિત નકલ સાથે આસિસ્ટન્ટ મેનેજર, મહેકમ શાખા રૂ.નંબર 1 બીજોમાળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ 36000ના સરમાને રૂબરે તારીખ 31-5-2022 સુધીમાં દોડવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર