RMC Jobs: રાજકોટ મનપામાં એપ્રેન્ટિસ અને એકાઉન્ટ ક્લાર્કની નોકરી, ફાટફટ કરો એપ્લાય

રાજકોટ મનપામાં સરકારી નોકરી માટે કરો એપ્લાય

RMC Jobs 2021 : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એપ્રેન્ટિસની 637 અને એકાઉન્ટ ક્લાર્કની 15 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

  • Share this:
    Sarkari Naukri 2021 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC Jobs) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. રાજકોટ મનપામાં એપ્રેન્ટિસ અને એકાઉન્ટ્સ ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે (apprentice & Account Clerk Posts in RMC Rajkot) રાજકોટ મહનગરપાલિકામાં આ બંને પોસ્ટ માટે હાલમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ખાતરી કરવી કે તે આ જાહેરાતમાં ઉલ્લેખ મુજબ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે કે નહીં. આ નોકરીઓમાં એપ્રેન્ટિસની નોકરી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 30-10-2021 છે જ્યારે એકાઉન્ટ ક્લાર્કની નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 26-10-2021 છે. ઉમેદવારોએ અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતાના માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવી અહીંયા 15 એકાઉન્ટ (15 Accounts Clerk Vacancy in RMC) ક્લાર્ક અને બાકીની 637 એપ્રેન્ટિસની (637 Apprentice Vacancy in RMC) ભરતી બહાર પાડવામાં આવી છે.

    એપ્રેન્ટિસની જગ્યા

    રાજકોટ મહાનગર પાલિકામાં એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધસટ્રેડમાં 637 જગ્યાઓ ભરવાની છે. આ ટ્રેડમાં સરકાર માન્ય આઈટીઆઈમાંથી સર્ટિફિકેટ સાથે પાસ થયેલા ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે. આ ફોર્મ 18 ઑક્ટોબરથી 30 ઑક્ટબર સુધી ભરી શકાશે.

    એકાઉન્ટ ક્લાર્કની જગ્યા

    રાજકોટ મનપામાં એકાઉન્ટ ક્લાર્કની જગ્યા બહાર પાડવામાં આવી છે. કુલ 15 જગ્યા પૈકીની આ 8 જગ્યા બિનઅનામત છે જ્યારે બાકીની જગ્યા અનામત પર છે. આ જગ્યા માટે કુલ પાંત વર્ષ માટે ફિક્સ 19950 રૂપિયાના પગાર પર ભરતી કરવામાં આવી રહી છે. ભરતી કરવા માટેની ઉંમર મર્યાદા 18-30 વર્ષ છે.

    આ પણ વાંચો : GTU Jobs: જીટીયુમાં ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની મોટી ભરતી, 60થી વઘુ પોસ્ટ માટે ફટાફટ કરો એપ્લાય

    આ ભરતીમાં કુલ ઉમેદવારોનાંથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મહિલા ઉમેદવારો જો આરક્ષિત કેટેગરીમાંથી એપ્લાય કરે તો કુલ 10 વર્ષની ઉંમરમાંથી છૂટ આપવામાં આવશે.



























    જગ્યા : એપ્રેન્ટિસ 637, એકાઉન્ટ ક્લાર્ક 15
    શૈક્ષણિક લાયકાત : એપ્રેન્ટિસ માટે ITI, એકાઉન્ટ ક્લાર્ક : માન્યતા પ્રાપ્ત યુનિ.માંથી બીકોમ, બીબીએ, એક વર્ષનો પીજીડીસીએ અથવા તો સમકક્ષ કમ્યુટર કોર્સ
    પગાર : એપ્રેન્ટિસ માટે જાહેરાતમાં આપવામાં આવેલો નથી.
    પગાર એકાઉન્ટ ક્લાર્ક માટે 19950 ફિક્સ
    ફીસ : એકાઉન્ટ ક્લાર્ક માટે બિન અનામત મહિલા પુરૂષ માટે 500 રૂપિયા, અનામત કેગેટરી માટે 250 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ : એપ્રેન્ટિસ માટે 30 ઑક્ટોબર અને એકાઉન્ટ ક્લાર્ક માટે 26 ઑક્ટોબર


    જાહેરાત :

    અને ઓનલાઇન એપ્લિકેશન
    એકાઉન્ટ ક્લાર્કની જાહેરાત જોવા માટે ક્લિક કરો,






    એપ્રેન્ટિસની જાહેરાત જોવા માટે ક્લિક કરો

    ઓનલાઇન એપ્લાય કરવા માટે ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી

    ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
    ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો 15કે.બી. (105 X 145) અને સીગનેચર 15 કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

    આ પણ વાંચો : HPCL Jobs : હિંદુસ્તાન પેટ્રોલિયમમાં રિસર્ચ એસોસિએટ્સની ભરતી, 85,000 સુધી મળશે પગાર

    ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ

    • પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.

    • રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.

    • ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે

    • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

    Published by:Jay Mishra
    First published: