REPCO Recruitment 2022 : રેપકો હોમ ફાઇનાન્સ લિમિટેડે (Repco Home Finance Limited (RHFL) દ્વારા સમગ્ર દેશમાં જુદી જુદી પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
REPCO Recruitment 2022: રેપકો હોમ ફાઇનાન્સ લિમિટેડે (Repco Home Finance Limited (RHFL) સમગ્ર ભારતમાં વિવિધ સ્થાનો પર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર/એક્ઝિક્યુટિવ/ટ્રેઈનીની ભરતી કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ પદો પર લાયકાત અનુસાર 23 મે, 2022 સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ repcohome.com પરથી અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક પરથી જાહેરાત જોઈ અને શઐક્ષણિક યોગ્યતાના આધારે અરજી કરી શકે છે.
REPCO Recruitment 2022: ખાલી પડેલા પદો વિશે વિગતો
ટ્રેઈની, એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ મેનેજર
REPCO Recruitment 2022: લાયકાતના ધારાધોરણ
ઉમેદવારની ઉંમર 01-05-2022ના રોજ 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
હોમ લોનમાં HFC/બેંક/FIs/NBFC વગેરેમાં અનુભવના આધારે પસંદગી કરવામાં આવશે.
આસિસ્ટન્ટ મેનેજરના પદો માટે ઉમેદવાર માટે ઓછામાં ઓછા 3 વર્ષનો પૂર્વ અનુભવ જરૂરી છે
અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓ (વાંચન, લેખન અને બોલવું)માં આવડત હોવી જરૂરી છે. હિન્દીનું વર્કિંગ નોલેજ વધારાની લાયકાત ગણાશે.
વહેલી તકે જોઈનિંગ કરનાર ઉમેદવારોને પ્રથામિકતા આપવામાં આવશે.
તમામ કેડરમાં ખાલી પદ માટે અરજી કરતી વખતે ઉમેદવારો સામે શિસ્તભંગની કોઈ કાર્યવાહી થયેલ ન હોવી જોઈએ. જો કોઈ ઉમેદવાર સામે છેલ્લા 5 વર્ષમાં શિસ્તભંગની કોઈ કાર્યવાહી થયેલ ન હોવી જોઈએ. આ પ્રકારના શિસ્ત ભંગની કાર્યવાહી હેઠળ આવતા ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે નહીં.
નિમણૂંક કરતા પહેલા તમામ બેકગ્રાઉન્ડની ચકાસણી કરવામાં આવશે.
3 વવર્ષના સમયગાળા સુધી ટ્રાન્સફરની કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહી.
આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ (ઓન રોલ) આસિસ્ટન્ટ મેનેજર કેડર માટે પગાર માસિક ધોરણે રૂ. 24300/- થી શરૂ થશે અને એક્ઝિક્યુટિવ કેડર માટે માસિક રૂ. 21300/- થી શરૂ થશે. આ સાથે જ માસિક ગ્રોસ પે + વેરિએબલ પરફોર્મન્સ ઈન્સેન્ટિવ અને પરક્વિસીટ આપવામાં આવશે.
ટ્રેઈની (ઓફ રોલ) – પ્રતિ માસ રૂ. 9500 ફિક્સ સ્ટાઈપેન્ડ (લોકેશન અને અગાઉના અનુભવ પર આધારિત વેરિએબલ રહેશે) સાથે જ મીલ અલાઉન્સ અને પરફોર્મન્સ ઈન્સેન્ટિવ (વેરિએબલ, પરફોર્મન્સ પર આધારિત)