Home /News /career /મોટા સમાચાર: શિક્ષણ મંત્રાલયે લીધો મોટો નિર્ણય, IIT, NITમાં પ્રવેશ લેનારાઓને મોટી રાહત
મોટા સમાચાર: શિક્ષણ મંત્રાલયે લીધો મોટો નિર્ણય, IIT, NITમાં પ્રવેશ લેનારાઓને મોટી રાહત
આ વિદ્યાર્થીઓને મોટી રાહત
આપને જણાવી દઈએ કે, આ નિર્ણય જેઈઈ (એડવાંસ્ડ) માટે પાત્રતા માપદંડ માટે ઢીલ આપવાની સતત માગને જોતા આવ્યો છે, જેના માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત 12માં ધોરણની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા 75 ટકા અંકની જરુરિયાત હશે.
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે કે, દરેક શિક્ષણ બોર્ડના ટોપ 20 પર્સેંન્ટાઈલ વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ લેનારાઓ પાત્ર અને જેઈઈ એડવાંસ માટે હાજર રહેશે. ભલે તેણે 12મા ધોરણમાં 75 ટકા માર્ક્સ મેળવ્યા ન હોય.
આપને જણાવી દઈએ કે, આ નિર્ણય જેઈઈ (એડવાંસ્ડ) માટે પાત્રતા માપદંડ માટે ઢીલ આપવાની સતત માગને જોતા આવ્યો છે, જેના માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત 12માં ધોરણની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા 75 ટકા અંકની જરુરિયાત હશે.
વિદ્યાર્થીઓને મળી મોટી રાહત
સૂત્રોએ જણાવ્યું છે કે, 20 પર્સેન્ટાઈલ માપદંડ એ ઉમેદવારોને મદદ કરશે, જે ધોરણ 12માં કુલ 75 ટકાથી ઓછા છે. કેટલાય રાજ્યોમાં બોર્ડમાં ટોપ 20 પર્સેન્ટાઈલ ઉમેદવારોમાંથી કેટલાય 75 ટકા અથવા 350 અંકથી ઓછા સ્કોર લાવે છે. સૂત્રોએ કહ્યું કે, મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, જો કોઈ ઉમેદવાર ટોપ 20 પર્સેન્ટાઈલમાં છે, તો તે પાત્ર છે. આપને જણાવી દઈએ કે, જેઈઈ મેનના પ્રથમ તબક્કા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 12 જાન્યુઆરી સમાપ્ત થશે. પરીક્ષા 24થી 31 જાન્યુઆરી વચ્ચે આયોજીત થશે.
ઓલ ઈંડિયા રેન્ક પર આધારિત સીટ ફાળવણી
જાણકારી અનુસાર, કેન્દ્રીય સીટ ફાળવણી બોર્ડના માધ્યમથી એનઆઈટી, આઈઆઈટી અને સીએફટીમાં બીઈ/બીટેક/બીએચઆરચ/બીપ્લાનિંગ કાર્યક્રમોમાં પ્રવેશ ઓલ ઈંડિયા રેન્ક પર આધારિત હશે, જે ધોરણ 12ની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા 75 ટકાની વધારે યોગ્યતા સાથે હશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર