Home /News /career /

TRB Recruitment: ટેક્નીકલ ભરતી બોર્ડની PSIની બીજા તબક્કાની પરીક્ષા, અગત્યની સૂચના અને માહિતી

TRB Recruitment: ટેક્નીકલ ભરતી બોર્ડની PSIની બીજા તબક્કાની પરીક્ષા, અગત્યની સૂચના અને માહિતી

પીએસઆઈ ભરતી

Technical Bharti Board: બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (Computer Proficiency Test) માટે લાયક ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના જાહેર કરવામાં આવી છે.

    ગાંધીનગરઃ ટેક્નીકલ ભરતી બોર્ડ (Technical Bharti Board) દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (Police Sub Inspector) (વાયરલેસ), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને વર્ગ 3 સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોડી (Competitive written test) યોજાઈ હતી. જે પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (Computer Proficiency Test) માટે લાયક ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના જાહેર કરવામાં આવી છે.

    બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આગામી 16થી 18 મે 2022 સુધી ન્યુ વિદ્યાભવન પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. ઉપરોક્ત દરેક સંવર્ગની પરીક્ષા માટે કોલ-લેટર ડાઉનલોડ કરવા માટે કાર્યક્રમ નક્કી કરાવમાં આવ્યો છે. આગામી 16 મે 2022 કોલલેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ છે.

    ઉમેદવારો માટે અગત્યની સુચના
    ઉમેદવારોએ કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલ-લેટર તથા સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર નિયત સમયગાળા દરમિયાન https://ojas.gujarat.gov.in પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કાઢી લેવાની રહેશે.

    આ પણ વાંચોઃ-Career: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ! ધો.12 સાયન્સ બાદ ડેન્ટલ સર્જરીમાં કેવી રીતે કારકિર્દી બનશે? ક્યાં લેવું એડમિશન?

    કોલ-લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
    પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ આ પ્રક્રિયા ફોલો કરવી પડશે
    1-  https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું
    2- બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના ઉમેદાવોરે call letter પર click કરવું
    3- ત્યાર બાદ Secondary/Main Exam Call letter પર click કરીને Select jobના બોક્ષમાંથી આપ જે કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત select કરીને નિયત બોક્સમાં Confirmation Number તથા Birth Date ઉપર ok ઉપર click કરવાથી અલગ Windowમાં આપનો Call letter (પ્રવેશ પત્ર) સ્ક્રીન પર દેખાશે. તથા સાથેની સુચનાઓની પ્રીન્ટ મેળવી લેવી.

    આ પણ વાંચોઃ-SSC Recruitment 2022: ધો. 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે નીકળી 2000+ ભરતીઓ, આ રીત કરો અરજી

    ઉમેદવારોએ આ કોરોના ગાઈડલાઈન અનુસરવી પડશે
    1- દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક ફરજીયા પહેરવાનું રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
    2- તમામ પરીક્ષાર્થીઓ પીવાના પાણીની બોટલ જાતે જ સાથે લાવી હિતાવહ છે
    3- પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી સીવાય તેઓના સગા સંબંધીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં
    4- કોવિડ-19 અંતર્ગત કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા વખતો વકથ બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gandhinagar News, Gujarati news, Jobs, Recruitment 2022

    આગામી સમાચાર