Home /News /career /PNB Recruitment 2023 : પંજાબ નેશનલ બેંકમાં આવી ભરતી, ઘરે બેઠા આપો પરીક્ષા અને મેળવો 70 હજારનો પગાર

PNB Recruitment 2023 : પંજાબ નેશનલ બેંકમાં આવી ભરતી, ઘરે બેઠા આપો પરીક્ષા અને મેળવો 70 હજારનો પગાર

ઘરે બેઠા પરીક્ષા આપી મેળવો નોકરી

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પીએનબી બેંક દ્વારા ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ જગ્યા 240 છે. જેમાં ઓફિસરની 224, મેનેજરની 11 તથા સિનિયર મેનેજરની 05 જગ્યા ખાલી છે

  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
પંજાબ નેશનલ બેંકમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે. આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને કોઇ પણ અપડેટ મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.pnbindia.in/ની મુલાકાત લઇ શકે છે.

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પીએનબી બેંક દ્વારા ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ જગ્યા 240 છે. જેમાં ઓફિસરની 224, મેનેજરની 11 તથા સિનિયર મેનેજરની 05 જગ્યા ખાલી છે.

આ પણ વાંચો - વિદેશોમાં છે બાયો ટેક્નોલોજી એક્સપર્ટ્સની માંગ, હજારો ડૉલરનો મળે છે પગાર

પસંદગી પ્રક્રિયા


આ ભરતીમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ટેસ્ટ અને ત્યાર બાદ પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવાનું રહેશે

આ પણ વાંચો - તમારા ફ્રી ટાઇમમાં કરી શકો છો આ 4 પાર્ટ ટાઇમ જોબ્સ, મળશે આકર્ષક પગાર


આ રીતે કરો અરજી



  • આ ભરતીમાં આવેદન કરવા માટે ઉમેદવારોએ ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.

  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.

  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.

First published:

Tags: Career and Jobs, PNB

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો