Home /News /career /BSF Recruitment: BSF માં હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી, પગાર 92,300 સુધી, અહીં કરો અરજી
BSF Recruitment: BSF માં હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી, પગાર 92,300 સુધી, અહીં કરો અરજી
અરજીઓ ઓનલાઈન મોડ દ્વારા આમંત્રિત કરવામાં આવશે.
BSF Recruitment 2022: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ટૂંક સમયમાં હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવા જઈ રહ્યું છે.
BSF Recruitment 2022: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ટૂંક સમયમાં હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવા જઈ રહ્યું છે. આ ભરતી હેઠળ કુલ 323 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. (Job Opportunity at BSF) કુલ સૂચિત જગ્યાઓમાંથી, 312 ખાલી જગ્યાઓ BSF HC 2022 માટે ઉપલબ્ધ હશે અને બાકીની 11 જગ્યાઓ BSF SI 2022 માટે હશે.
અરજીઓ ઓનલાઈન મોડ દ્વારા આમંત્રિત કરવામાં આવશે. વિગતવાર સૂચના બહાર પાડવામાં આવે તે પછી, અરજી સબમિટ કરવાની તારીખો જાહેર કરવામાં આવશે. રસધરાવતા ઉમેદવારો rectt.bsf.gov.in પર લૉગ ઇન કરી જાણી શકે છે. વિગતવાર જાહેરાત માટે આપેલી લિંક પર ક્લિક કરી માહિતી મેળવી શકે છે.
ઑનલાઇન અરજી ફોર્મમાં તમારી માહિતી અને તમામ આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
બધી માહિતી ભર્યા પછી, તમારા અરજી ફોર્મને જોઈ શકો છો. જો તમે કોઈ સુધારો કરવા માંગતા હો, તો "BACK" દબાવો. "SUBMIT" બટન પર ક્લિક કર્યા પછી એપ્લિકેશનમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર