Home /News /career /શિક્ષકોની 1300 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણી લો કયારે છે છેલ્લી તારીખ

શિક્ષકોની 1300 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણી લો કયારે છે છેલ્લી તારીખ

શિક્ષકોની 1300 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઉપરોક્ત પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 12 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. લાયક અને રસ ધરાવતા લોકો એસએસએ ગુજરાત (SSA Gujarat)ની સત્તાવાર વેબસાઇટ પર 1 ઓક્ટોબર 2022 ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

    સમગ્ર શિક્ષા અભિયાન (SSA Gujarat Recruitment 2022) દ્વારા સ્પેશિયલ ટીચરની જગ્યા (Recruitment for Special Teachers) માટે કુલ 1300 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઉપરોક્ત પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 12 સપ્ટેમ્બર 2022થી શરૂ તથઈ ગઈ છે. લાયક અને રસ ધરાવતા લોકો એસએસએ ગુજરાત (SSA Gujarat)ની સત્તાવાર વેબસાઇટ પર 1 ઓક્ટોબર 2022 ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

    મહત્વની તારીખ


    ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રારંભિક તારીખ – 12 સપ્ટેમ્બર-2022

    ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ – 1 ઓક્ટોબર, 2022

    આ પણ વાંચો:  IIT કાનપુરે ફરી તોડ્યો રેકોર્ડ, પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને કરોડોની જોબ ઓફર

    1300 જગ્યાઓ પર થશે ભરતી


    સ્પેશ્યલ ટીચર સેરેબ્રલ પાલ્સી (સી.પી.)

    સ્પેશ્યલ ટીચર હિયરીંગ ઇમ્પેર્ડ (સી.પી.)

    સ્પેશ્યલ ટીચર ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબિલીટી (આઈડી)

    સ્પેશ્યલ ટીચર મલ્ટીપલ ડીસેબિલીટી (એમ.ડી.)

    સ્પેશ્યલ ટીચર વિઝ્યુઅલ ઇમ્પેર્ડ (VI)

    કેટલો મળશે પગાર?


    સ્પેશ્યલ ટીચર સેરેબ્રલ પાલ્સી (સી.પી.)- રૂ.15000

    સ્પેશ્યલ ટીચર હિયરીંગ ઇમ્પેર્ડ (સી.પી.) – રૂ.15000

    સ્પેશ્યલ ટીચર ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબિલીટી (આઈડી)- રૂ.15000

    સ્પેશ્યલ ટીચર મલ્ટીપલ ડીસેબિલીટી (એમ.ડી.)- રૂ.15000

    સ્પેશ્યલ ટીચર વિઝ્યુઅલ ઇમ્પેર્ડ (VI)- રૂ.15000

    શૈક્ષણિક લાયકાત


    ઉમેદવાર પાસે જે પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક હોય તે ફિલ્ડ સંબંધિત ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારો નોટિફીકેશ પીડીએફ લિંકમાં વિગતવાર શૈક્ષણિક લાયકાત ચકાસી શકે છે.

    કઇ રીતે કરી શકો છો અરજી?


    - એસએસએની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને પછી 'રીક્રૂટમેન્ટ' સેક્શનમાં જાઓ.

    -હવે ઓનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો

    -તેમાં દર્શાવેલ તમામ જરૂરી વિગતો ભરો અને ચેક કરો.

    -હવે તમારી એપ્લિકેશન સબમિટ કરો. ઉમેદવારે આ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખવી હિતાવહ છે, જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    -ઓનલાઇન અરજી કર્યા બાદ સ્ક્રિન પર દર્શાવવામાં આવેલા એપ્લિકેશન નંબર નોઁધી લેવાના રહેશે.

    વયમર્યાદા?


    આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઇને વયમર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે.

    આ પણ વાંચો:  શું તમે ગ્રેજ્યુએટ છો ? તો તમને પણ SBIમાં મળી શકશે નોકરી

    પસંદગી પ્રક્રિયા


    આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કર્યા બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે.

    ઉમેદવારોએ અહીં નોંધવું કે, આ જગ્યાઓ બદલી પાત્ર નથી. ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા સ્વવિનંતી કે અન્ય કોઇ પણ રીતે બદલીની માંગણી કરી શકશે નહીં.
    First published:

    Tags: Jobs and Career, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन