Home /News /career /India Post Sarkari Naukri 2022 : ભારતીય પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનોની ભરતી, સારો પગાર મળશે; જલ્દી કરો અરજી
India Post Sarkari Naukri 2022 : ભારતીય પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનોની ભરતી, સારો પગાર મળશે; જલ્દી કરો અરજી
ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનો માટે વિવિધ હોદ્દાઓ પર ભરતીની જાહેરાત
India Post Recruitment 2022: વિભાગે મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. પોસ્ટ વિભાગે ગુજરાત પોસ્ટલ સર્કલ માટે આ ભરતી હાથ ધરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ પોસ્ટ વિભાગે મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. પોસ્ટ વિભાગે ગુજરાત પોસ્ટલ સર્કલ માટે આ ભરતી હાથ ધરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 22 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકે છે. નોટિસના અનુસાર, ગુજરાત પોસ્ટલ સર્કલમાં થઈ રહેલી આ ભરતી સ્પોર્ટસ ક્વોટા અંતર્ગત કરવામાં આવી રહી છે.
કુલ 133 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
આ ઉપરાંત ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dopsportsrecruitment.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. નોટિસના અનુસાર, પોસ્ટ વિભાગ શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની યાદી તૈયાર કરશે અને 6 ડિસેમ્બરના રોજ જાહેર કરશે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને આસામમાં પોસ્ટલ સર્કલ આ ભરતી માટે સૂચનાઓ જાહેર કરી શકે છે.