Home /News /career /

Jobs: News 18 ગુજરાતીમાં ભરતી, ડિજિટલ મીડિયામાં કારકિર્દીની ઉજ્જવળ તક

Jobs: News 18 ગુજરાતીમાં ભરતી, ડિજિટલ મીડિયામાં કારકિર્દીની ઉજ્જવળ તક

News 18 Gujarait Recruitment 2022 : ન્યૂઝ 18 ગુજરાતીમાં લોકલ-18 પ્રકલ્પ સાથે કામ કરવાની તક, ડિજિટલ મીડિયા માટે ભરતી

News18 gujarati Jobs: શું તમે એક અનુભવી ડિજિટલ પત્રકાર છો? અથવા તો ફ્રેશર્સ છો અને ડિજિટલ પત્રકારત્વ કરવા માંગો છો તો આજે જ કરો એપ્લાય

    News 18 Gujarati Jobs: દેશના સૌથી વિશાળ મીડિયા સમૂહ નેટવર્ક 18માં (Network 18) તમારા માટે રોજગારીની (Jobs in Media) તક ખુલી છે. જો તમે એક ડિજિટલ પત્રકાર (Digital Journalist) છો અથવા તો ડિજિટલ પત્રકારત્વ (Digital Journalism) કરવા માંગો છો તો તમારા માટે નોકરીની તક છે. ન્યૂઝ 18 ગુજરાતીમાં (Jobs in News 18) અહીંયા આપવામાં આવેલા જિલ્લાઓમાં લોકલ-18 ગુજરાત માટે રિપોર્ટરની ભરતી બહાર પડી છે (Local-18 Reporter). હરણફાળ ભરી રહેલા ડિજિટલ પત્રકારત્વમાં સૌથી શ્રેષ્ઠ ડિજિટલ ટીમ સાથે જોડાઈ અને તમે તમારી કારકીર્દી ઘડી શકો છો. અમને જરૂર છે અનુભવી અને ફ્રેશર્સ યુવા પત્રકારોની જે ડિજિટલ મીડિયાની સમજ ધરાવે છે અથવા તો ડિજિટલ મીડિયામાં કરિયર બનાવવા માંગે છે.

    જગ્યા : ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા લોકલ-18 વિભાગમાં રિપોર્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ બંને પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રેજ્યુએશન સાથે પત્રકારત્વની ડિગ્રી ધરાવતા અથવા ડિપ્લોમાં કરેલા તેમજ પત્રકારત્વનો અભ્યાસ ન કર્યો હોય તેવા ઉમેદવારો પણ આ નોકરી માટે એપ્લાય કરી શકે છે. તમે બીસીએ, એમસીએ, એન્જિનિયરીંગ, બીટેક, કે અન્ય કોઈ ડિગ્રી મેળવેલી હોય અને પત્રકાર બનવાની ઝંખના હોય તો પણ તમારા માટે આ ઉત્તમ તક છે.

    આ જિલ્લાઓમાં છે ભરતી  : ન્યૂઝ 18 ગુજરાતીને લોકલ-18 માટે જૂનાગઢ, અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, ભાવનગરમાં રિપોર્ટરની જરૂરિયાત સર્જાઈ છે. આ જગ્યા માટે તમે ઉમેદવારી કરી શકો છો.

    અનુભવ  : લોકલ-18ના રિપોર્ટરની નોકરીની ભરતીમાં ફ્રેશર્સ માટે પણ આ નોકરીની તક છે. અમને જરૂર છે ઉત્સાહી યુવક-યુવતીઓની જે ટ્રેન્ડ, સમાચાર, તેમજ કહાણીઓ માટે પેશનેટ છે, જે પત્રકારત્વના નવા આયામો સાથે ઝડપભેર આગળ વધવા માંગે છે.
    લાયકાત : શૈક્ષણિક યોગ્યતા સાથે ગુજરાતીમાં લખવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારો અથવા તો ગુજરાતી પત્રકારત્વને ડિજિટલ માધ્યમમાં કરવા માંગતા ઉમેદવારો માટે આ ઉજ્જવળ તક છે. ઈન્ટરનેટના હરણફાળ યુગમાં જો તમે સોશિયલ મીડિયાની સમજ ધરાવો છો તો તે તમારા માટે આ નોકરી યોગ્ય તક છે.



    નોકરીની ટૂંકી વિગતો





























    જગ્યા08
    શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    અરજી કરવા માટેની અંતિમ તારીખવહેલામાં વહેલી તકે
    અરજી કરવાની પ્રક્રિયાઈમેલના માધ્યમથી



    કેવી રીતે કરશો એપ્લાય


    આ નોકરી માટે એપ્લાય કરવા માટે તમે તમારો અપડેટેડ રિઝ્યૂમ અહીં આપવામાં આવેલા બે ઈમેલ એડ્રેસ પર મોકલી શકો છો. ટાઇટલમાં ન્યૂઝ 18 ગુજરાતી જોબ સાથે જે પોસ્ટ વર એપ્લાય કરવા માંગો છો તે ટાંકશો.





    આ ઈમેલ એડ્રેસ પર એપ્લાય કરો


    Hareshkumar.Suthar@nw18.com
    Amit.deshmukh@News18.com

    અરજીઓમાંથી પસંદ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યૂના માધ્યમથી પસંદ કરવામાં આવશે. આ બંને નોકરીઓ માટે આજે જ આવેદન કરો અને ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલના ડિજિટલ વિભાગ સાથે કામ કરવાની તક ઝડપો​
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર