Home /News /career /ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી

Civil Engineering Jobs Gujarat: ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર અને કાયદા સલાહકારની  જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. અહી આપણે જાણીશું કે અરજી કરતાં ઉમેદવારોની શું લાયકાત હોવી જોઈએ અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

વધુ જુઓ ...
    ચોટીલા નગરપાલિકા (Chotila Nagar palika recruitment) અને પાટણ જિલ્લા પંચાયત કચેરી (Patan Jilla Panchayat Office Recruitment) ખાતે મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર અને કાયદા સલાહકારની  જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. અહી આપણે જાણીશું કે અરજી કરતાં ઉમેદવારોની શું લાયકાત હોવી જોઈએ અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

    ચોટીલા નગરપાલિકા તા. ચોટીલા છે. સુરેન્દ્રનગર માટે કામ ચલાઉ ધોરણે માસ કરાર આધારીત માસિક વેતન 16,500/- ફીક્સ પગારથી મ્યુનિસિપલ એન્જીનીયર (સિવિલ) (ચોટીલા નગરપાલિકા, ચોટીલા જાહેર નિવિદા નં. 7 2022-23) માટે તા. 07/10/2022 સુધીમાં નગરપાલિકા કચેરી સમય દરમ્યાન રૂ 10/- ફોર્મ ફી ભરી નિયત નમુનાનું અરજી પત્રક લઇ તમામ વિગતો અને ડોક્યુમેન્ટ તા. 12/10/2022 સુધીમાં સ્પીડ પોસ્ટ, રજી. એડી થી અત્રેની કચેરીમાં પહોંચતા કરવાના રહેશે. ફોર્મ લેવા માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત બી.ઈ. બી.ટેક. સિવિલ હોવી જોઈએ.
    સંસ્થા જગ્યાનું નામપગાર અરજી કરવાની છેલ્લી તારીખ
    ચોટીલા નગર પાલિકામ્યુનિસિપલ એન્જીનીયર (સિવિલ)16,500 07/10/2022

    સમય હરોળમાં રજૂ થયેલ અરજીઓના ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે સમય તથા તારીખની અંગેથી જાણ કરવામાં આવશે.

    જિલ્લા પંચાયત કચેરી, પાટણ કાયદા સલાહકારની ભરતી


    જિલ્લા પંચાયત કચેરી, પાટણ ખાતે કાયદા સલાહકારની 01 જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવી છે.

    લાયકાત અને અનુભવ



    •  માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B.)

    •  વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ, તે પૈકી નામ હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો

    • વિભાગીય કચેરીઓમાં સરકાર વી ના. સુપ્રીમ કોર્ટે/હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ

    • ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન



    અન્ય વિગતો :



    • બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયામાં નોંધણી હોવી ફરજીયાત છે.

    •  ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે.

    • અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતો અને ફ૨જો કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઇટ http:// patandp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

    • કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીની રહેશે.

    • આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.

    • સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-પાટણના સરનામે રજી. પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन