Home /News /career /IOCL Recruitment: એન્જીનીયરો માટે નોકરીનો સુવર્ણ અવસર, IOCLમાં આવી વિવિધ પદો પર ભરતી

IOCL Recruitment: એન્જીનીયરો માટે નોકરીનો સુવર્ણ અવસર, IOCLમાં આવી વિવિધ પદો પર ભરતી

IOCL Recruitment 2022

Iocl recruitment: હાલમાં ચાલી રહેલી ભરતી ડ્રાઇવમાં આઇઓસીએલ કેટલીક શાખાઓમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (GE)ની પણ ભરતી કરવામાં આવશે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Recruitment 2022)એ વિવિધ વિભાગમાં એન્જીનીયર અથવા અધિકારીઓની પોસ્ટ (Jobs for Engineers) માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. હાલમાં ચાલી રહેલી ભરતી ડ્રાઇવમાં આઇઓસીએલ કેટલીક શાખાઓમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (GE)ની પણ ભરતી કરવામાં આવશે.

અહેવાલો અનુસાર, સારો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા સ્નાતક ઇજનેરો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી કે આ પોસ્ટ માટેના ઓનલાઇન અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને ઉમેદવારો iocl.com મુલાકાત લઈને અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફીકેશન અનુસાર, આ ભરતી અંતર્ગત વિભાગમાં વિવિધ ઇજનેરો / અધિકારીઓની જગ્યાઓ ભરવામાં આવશે અને તેમાં કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એસસી અને એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જિકલ એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે. અરજી કરવા ઇચ્છુક અને લાયક ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લઇ શકે છે.

આ પણ વાંચોઃ-UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 50 પદો પર નીકળી ભરતી, અહાં જાણો વિગતો

અરજી કરવા માટે જરૂરી લાયકાત
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (ગેટ) 2022 આપેલી હોવી જોઈએ અને ક્વોલિફાય થવું આવશ્યક છે.
મહત્વની વિગતમહત્વની વિગત
લાયકાતઉમેદવારોએ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (ગેટ) 2022 આપેલી હોવી જોઈએ અને ક્વોલિફાય થવું આવશ્યક છે.
કેટલી રહેશે વયમર્યાદા?અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30 જૂન, 2022ના રોજ 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાતઆ પદો માટે લાયક બનવા માટે, ઉમેદવારોએ ગ્રેજ્યુએશન સ્તરે ઓછામાં ઓછા 65% ગુણ પ્રાપ્ત કર્યા હોવા આવશ્યક છે. એસસી, એસટી અને પીડબલ્યુબીડી ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ 55 ટકા છે.
કઇ રીતે કરી શકો છો અરજીરજી કરવા માટે, ઉમેદવારોએ, સૌ પ્રથમ આઇઓસીએલ iocl.comની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

કેટલી રહેશે વયમર્યાદા?

જનરલ/ઈડબલ્યુએસ કેટેગરીમાં અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30 જૂન, 2022ના રોજ 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, સરકારની માર્ગદર્શિકા મુજબ, અન્ય કેટેગરીમાંથી અરજી કરનારા ઉમેદવારો માટે ઉંમરમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ પદો માટે લાયક બનવા માટે, ઉમેદવારોએ ગ્રેજ્યુએશન સ્તરે ઓછામાં ઓછા 65% ગુણ પ્રાપ્ત કર્યા હોવા આવશ્યક છે. એસસી, એસટી અને પીડબલ્યુબીડી ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ 55 ટકા છે.

આ પણ વાંચોઃ-NIFT career: શું તમારે ધોરણ 12 પછી ફેશન ડિઝાઇન લાઈનમાં કારકિર્દી બનાવવી છે? જાણો ક્યાં લેશો એડમિશન

કઇ રીતે કરી શકો છો અરજી

- અરજી કરવા માટે, ઉમેદવારોએ, સૌ પ્રથમ આઇઓસીએલ (iocl.com)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

- ત્યારબાદ હોમપેજ પર યોગ્ય લિંક પર ક્લિક કરો.

- ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

- બધા જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો.

- જો જરૂરી હોય તો એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.

- આગળની પ્રોસેસ માટે "સબમિટ કરો" બટન પર ક્લિક કરો.

- ઉમેદવારોએ ભવિષ્યમાં રેફરન્સ તરીકે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી.
First published:

Tags: Career News, Iocl, Jobs and Career, Recruitment 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો