DRDO Recruitment 2022: અત્યારે ભારત સરકારની વિવિધ સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં (DRDO) વૈજ્ઞાનિક Bના પદ ભરતી માટે અરજી કરી શકો છો. રસ ધરાવતા, લાયક ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોવ તો અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. (JOB OPPORTUNITY AT DRDO) તેઓ DRDOની સત્તાવાર વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 630 જગ્યાઓ ભરવામાં આવશે. આપેલી લિંક દ્વારા તમે સત્તાવાર સૂચના, વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો www.drdo.gov.in પર આ પોસ્ટ્ માટે સીધી અરજી કરી શકે છે.
DRDO ભરતી 2022 માટેની તારીખ- અરજી કરવાની તારીખ - 06 જુલાઈ 2022 અરજી કરવાની છેલ્લી તારીખ - 29 જુલાઈ 2022
DRDO ભરતી 2022 માટે પાત્રતા- ઉમેદવારો સંબંધિત માંગવામાં આવેલી તમામ લાયકાત હોવી જોઈએ.
DRDO ભરતી 2022 માટે વય મર્યાદા- DRDO UR/EWS - 28 વર્ષ OBC - 31 વર્ષ SC/ST – 33 વર્ષ
DST UR/EWS - 35 વર્ષ OBC - 38 વર્ષ SC/ST - 40 વર્ષ
ADA UR/EWS - 30 વર્ષ OBC - 33 વર્ષ SC/ST – 35 વર્ષ
DRDO ભરતી માટે પસંદગી પ્રક્રિયા- પસંદગી ગેટ સ્કોર અને/અથવા લેખિત કસોટી, વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઉલ્લેખયની છે કે આર્મી એર ડિફેન્સ સેન્ટરે 16 જુલાઈથી 22 જુલાઈ 2022ના લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. 12 પાસ ઉમેદવારો આર્મી એર ડિફેન્સ ભરતી 2022 માટે અરજી કરી શકે છે. ભારતીય આર્મી એર ડિફેન્સ સેન્ટર ભરતી 2022 માહિતી માટે અહીં ક્લિક કરો..
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર