Jobs Recruitment in SMC: સુરત મહાનગર પાલિકામાં ઇજનેર સહિતની થવાની છે ભરતી, ફટાફટ ચેક કરીલો સંપૂર્ણ માહિતી

સુરત મહાનગરપાલિકાની ફાઈલ તસવીર

jobs in surat: સુરત મહાનગર પાલિકામાં વિવિધ કેડરમાં (recruitment for Different cadre in SMC) કુલ 6 જગ્યાની ભરતી થવા જઈ રહી છે. નોકરી માટે ઈચ્છુક (recruitment in smc) ઉમેદવારોને ક્યાં અને કેવી રીતે અરજી કરવી અને કઈ તારીખ છેલ્લી છે ચાલો જાણીએ.

  • Share this:
    સુરતઃ નોકરી (Jobs in surat) વાંચ્છુક યુવક અને યુવતીઓ માટે સારા સમાચાર (Good News) આવી ગયા છે. સુરત મહાનગર પાલિકા (surat municipal corporation recruitment) દ્વારા ભરતી થવા જઈ રહી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Recruitment in SMC) દ્વારા સમાચાર પત્રોમાં જાહેરખબર આપી છે. જે પ્રમાણે સુરત મહાનગર પાલિકામાં વિવિધ કેડરમાં કુલ 6 જગ્યાની ભરતી થવા જઈ રહી છે. નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોને ક્યાં અને કેવી રીતે અરજી કરવી અને કઈ તારીખ છેલ્લી છે ચાલો જાણીએ.

    ખાલી કેડરનું નામ
    1- મ્યુનિસિપલ સેક્રેટરીની કુલ 2 જગ્યા
    2- એડિશનલ સીટી ઈજનર, (સિવિલ) (બીજો પ્રયાસ)(ભવિષ્યમાં ખાલી પડનાર) કુલ 2 જગ્યા
    3- કાર્યપાલક ઈજનેર (વર્કશોપ/મીકેનીકલ) કુલ બે જગ્યા

    ઉમેદવારે કેવી રીતે અરજી કરવી?
    ઉપરોક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.inની વેબરાઈટ ઉપર તારીખ. 4-10-2021 (સમય સવારે 10:30 કલાક)થી તારીખ18-10-2021 (રાત્રે 11.00 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈઉ પર મુકવામાં આવેલી વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રૂટમેન્ટ) વિભાગનો ફોન નં.0261-2423751-56 એક્સ- 231 ઉપર સંપર્ક કરવો.

    સુરત મહાનગરપાલિકાની સમાચાર પત્રમાં આવેલી જાહેરાત


    ઉમેદવારો માટે મહત્વની સુચનાઓ
    ઉપરોક્ત કેડરો માટે ખડી સમિતિને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. જેના આધારે જે તે જગ્યાની બેઝીક લાયકાલ અથવા અનુભવ ધ્યાને લઈ રીટર્ન ટેસ્ટ/પ્રેક્ટીકલ ટેસ્ટ મૌખિક ઈન્ટરવ્યૂ લેવા અંગેના માપદંડ નક્કી કરાશે અને તેની અંગેી જાણ માન્ય થયેલી અરજીના ઉમેદવારોને વેબસાઈટ ઉપર કોલલેટર પ્રસિદ્ધ કાર્યથી જણાવવામાં આવશે. અથવા તેઓએ અરજીફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

    આ લિંક ઉપર ક્લિક કરીને ભરતી અંગે મેળવો તમામ વિગતો

    અરજદારોની વયમર્યાદા
    વયમર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 18-10-2021ના રોજ ગણવામાં આવશે. સુરત મહાનગર પાલિકામાં રેગ્યુલર પગારધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ વયમર્યાદાના નિયમો લાગુ પડશે નહીં. પરંતુ સુરત મહાનગરપાલિકામાં માસિક ફીક્સ તાલીમ ભથ્થાર્થી નિમણુંક પામેલ એટલે કે તાલીમાર્થી તરીકે ફરજ બજાવતા તાલીમાર્થીઓને આ વયમર્યાદાના નિયમો લાગુ પડશે.

    આ પણ વાંચોઃ-ગુજરાત પોલીસમાં ભરતી: PSI, ટેક્નીકલ ઓપરેટર માટે 1 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે; LRD માટે ટૂંક સમયમાં જાહેરાત

    આ જાહેરાતમાં જે કેટેગરીના અનામત વર્ગો માટે અગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે કેટેગરીના મૂળ ગુજરાતનાં હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર ઉપલી વયમર્યાદામાં સરકાર વખતોવખતની જોગવાઈઓને આધિન છુટછાટ મળવાપાત્ર રહેશે.
    Published by:ankit patel
    First published: