Home /News /career /

NABARD Recruitment 2022: નાબાર્ડ ગ્રેડ A, જાણો રીઝનિંગ અને અંગ્રેજી ભાષાના પ્રિપરેશનની રીત અને ટીપ્સ

NABARD Recruitment 2022: નાબાર્ડ ગ્રેડ A, જાણો રીઝનિંગ અને અંગ્રેજી ભાષાના પ્રિપરેશનની રીત અને ટીપ્સ

NABARD Recruitment 2022- નાબાર્ડ દ્વારા A ગ્રેડ પદ પર 170 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પડી છે

NABARD Recruitment 2022: નાબાર્ડ દ્વારા A ગ્રેડ પદ પર ભરતીની જાહેરાત બહાર પડી છે, જાણો વિગતવાર અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને રીઝનિંગ-અંગ્રેજી ભાષાની એકઝામ પ્રિપરેશનની યોગ્ય રીત

    CAREER OPPORTUNITY- નાબાર્ડ ગ્રેડ A- રીઝનિંગ-અંગ્રેજી પેપર પ્રિપરેશન: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવા માટે ગ્રેડ 'A' (RDBS)/ (રાજભાષા) સહાયક મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.(Government Job) ઉમેદવારો 7મી ઓગસ્ટ 2022 સુધી નાબાર્ડ ગ્રેડ Aની પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી (exam preparation for NABARD)શકે છે. RDBS/રાજભાષાની પોસ્ટ માટે નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ પરીક્ષાની તારીખ હજી જાહેર થવાની બાકી છે.

    આજે આપણે, ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવા (RDBS) / (રાજભાષા સેવા) માં ગ્રેડ 'A' માં સહાયક મેનેજરની પોસ્ટ માટે રીઝનીંગ અને અંગ્રેજી ભાષા માટેની નાબાર્ડ ગ્રેડ A પૂર્વ તૈયારી વિશે જાણીશું

    નાબાર્ડ વિશે જાણકારી-
    નાબાર્ડ એ એક ઓલ ઈન્ડિયા એપેક્સ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારત સરકારની સંપૂર્ણ માલિકી હસ્તગત છે.

    નાબાર્ડ ગ્રેડ A ભરતીની મહત્વપૂર્ણ તારીખ

    નાબાર્ડ ગ્રેડ A અરજી કરવાની તારીખ-18જુલાઈ 2022

    નાબાર્ડ ગ્રેડ Aઅરજી કરવાની છેલ્લી તારીખ- 7ઑગસ્ટ 2022

    નાબાર્ડ ગ્રેડ A પરીક્ષા પેટર્ન 2022

    ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવા (RDBS) / (રાજભાષા સેવા) માં ગ્રેડ 'A' માં સહાયક મેનેજરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પ્રિલિમનરી અને મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે. જે ઉમેદવારો પ્રિલિમનરી અને મેઈન બંનેમાં પાસ થયા છે, તેમને ઈન્ટરવ્યુ માટે બોલવવામાં આવશે.

    ફેઝ -1 નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ પરીક્ષા-

    ક્વોલિફાઇંગ છે, પ્રિલિમ્સના ક્વોલીફાયિંગ ભાગમાં રીઝનીંગ, અંગ્રેજી ભાષા, કમ્પ્યુટર જ્ઞાન,ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ,ડિસીઝન મેકિંગ, જેવા વિષયો રહેશે. સાથે મેરીટ વિભાગમાં સામાન્ય જ્ઞાન, અર્થશાસ્ત્ર અને સામાજિક મુદ્દાઓ (ગ્રામ્ય પરીપેક્ષ્યમાં) ખેતી,રૂરલ ડેવલપમેન્ટ વગેરે રહેશે.

    નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ્સ 2022માં રીઝનીંગ માટે કેવી રીતે તૈયારી કરવી?

    અભ્યાસક્રમ: આલ્ફાબેટીકલ અને આલ્ફાન્યુમેરિક સીરીઝ, પઝલ અને સીટિંગ અરેન્જમેન્ટ, કોડિંગ અને ડીકોડિંગ, સિલોજીઝમ, ડાયરેક્શન સેન્સ, અસમાનતા, રેન્કિંગ, બ્લડ રિલેશન, મશીન ઇનપુટ આઉટપુટ, સ્ટેટમેન્ટ- ધારણા, સ્ટેટમેન્ટ- કોર્સ ઓફ એક્શન, કારણ અને અસર, સ્ટેટમેન્ટ-દલીલ, ડેટા જરૂરિયાત આ બધાજ વિષયો રિઝનિંગનો ભાગ રહેશે.

    નાબાર્ડ ગ્રેડ A પાછલા વર્ષની પરીક્ષાના મુજબ, ઉમેદવારો રીઝનીંગ વિભાગમાં 2021ની પરીક્ષામાં 9-11 અને 2020માં 14-16 જેટલા સવાલો ઉમેદવાર માટે સરળ રહયા હતા. પઝલ અને સીટિંગ અરેન્જમેન્ટ, ડેટા જરૂરિયાત, કોડિંગ-ડિકોડિંગ, અસમાનતાઓ, બ્લડ રીલેશન વગેરે જેવા વિષયોમાંથી પ્રશ્નોની અપેક્ષા રાખી શકાય છે.

    (i) વિવિધ વિષયોના ઓછામાં ઓછા 10 થી 20 રીઝનિંગ પ્રશ્નો નિયમિતપણે પ્રેક્ટિસ કરો

    નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ્સના રીઝનીંગના ઉલ્લેખિત વિવિધ વિષયોમાંથી ઓછામાં ઓછા 10 થી 20 પ્રશ્નો ઉકેલવા જોઈએ. પઝલ્સ, અસમાનતા, સિલોજિઝમ, આલ્ફાન્યૂમેરિક સિરીઝ, ઇનપુટ-આઉટપુટ, બ્લડ રિલેશન્સ અને ડાયરેક્શન સેન્સ. કેટલાક મહત્વના વિષયો છે

    (ii) પ્રેક્ટિસ રીઝનિંગ- એબિલિટી ક્વિઝ, મોક ટેસ્ટ પેપર્સ, પાછલા વર્ષના પેપર

    રીઝનિંગ વિભાગને 35 પ્રશ્નો માટે 20 મિનિટ સમય આપવો, તમારા પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવા માટે શક્ય તેટલી રિઝનિંગ ક્વિઝ, મોક ટેસ્ટ પેપર્સ, પાછલા વર્ષના પેપર્સની પ્રેક્ટિસ કરો. નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ્સ 2022 ની પરીક્ષા પેટર્નથી અનુકૂળ થવાં અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોને ટાઈમર સાથે ઉકેલવા જોઈએ. ઝડપ અને ચોકસાઈ વધારવા માટે બેઝિક રીઝનિંગ, પઝલ, સીટીંગ અરેજમેન્ટ વગેરેને વધુ સમજો.

    (iii) રીઝનીંગની વિષય મુજબ તૈયારીની ટીપ્સ-

    તમને વધુ સારા માર્ક્સ સ્કોર કરવામાં મદદ કરવા, નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ્સ 2022માં રીઝનિંગ ભાગમાં મહત્વપૂર્ણ વિષય અને વિષય મુજબ અપેક્ષિત પ્રશ્નોની સંખ્યા શેર કરી છે. વિવિધ પઝલ, સીટીંગ અરેજમેન્ટ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો (લાઈનર, સર્કલ,ચોરસ, સમય-આધારિત, સરખામણી-આધારિત, વગેરે); બ્લડ રીલેશન (ડાયરેક્ટ અથવા કોડેડ, પેઢી અથવા વંશવેલો વગેરે). પ્રેક્ટિસ ડિરેક્શન સેન્સ (સ્પષ્ટતા જાળવવા માટે સોલ્વ કરતી વખતે દોરો), આલ્ફાન્યૂમેરિક/નંબર સિરીઝ, સિલોજિઝમ, અસમાનતા અને ઇનપુટ-આઉટપુટ.

    આ પણ વાંચો - DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી

    પઝલ, સીટીંગ અરેજમેન્ટ: ઉચ્ચ સ્કોર મેળવવા માટે તમામ પ્રકારની પઝલ, સીટીંગ અરેજમેન્ટ પ્રશ્નોનો અભ્યાસ કરો. કોયડાઓની પેટર્ન, સીટીંગ અરેજમેન્ટના પ્રશ્નો જેમ કે લાઇન અરેન્જમેન્ટ,સર્કલ અરેન્જમેન્ટને ઉકેલવી અને સમજવી જોઈએ. પ્રશ્નોમાં ડાયાગ્રામ આધારિત પ્રશ્નોનો પણ સમાવેશ થઈ શકે છે. પેપરમાં 5 થી 10 બેઠક પઝલ, સીટીંગ અરેજમેન્ટ પ્રશ્નોની અપેક્ષા રાખી શકાય છે.

    સિલોજિઝમ: ઉમેદવારો 4 થી 5 સિલોજિઝમ પ્રશ્નોની અપેક્ષા રાખી શકે છે. સિલોજિઝમની બેઝિક બાબતોનો અભ્યાસ કરો. વિવિધ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખિત સવાલના ઓવરલેપિંગને ટાળવા માટે વેન ડાયાગ્રામ દોરવો. ચોકસાઈ વધારવા માટે શક્ય તેટલા મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરો.

    બ્લડ રિલેશન: ઉમેદવારોએ ફેમિલી ટ્રીનો ઉપયોગ કરીને બ્લડ રિલેશનના પ્રશ્નોને પેટા ભાગોમાં તોડી સ્ટેટમેન્ટને સ્પષ્ટ સમજી શકે છે. પ્રશ્નમાં દર્શાવેલ છેલ્લી વ્યક્તિથી શરૂઆત કરો. તેનાથી કન્ફ્યુશન ઓછું થશે. જો પ્રશ્નમાં તેનો ઉલ્લેખ ન હોય તો ક્યારેય જાતિનો ઉલ્લેખ નહીં કરવો. 3 થી 5 બ્લડ રિલેશન પ્રશ્નોની અપેક્ષા રાખી શકો છે.

    ડિસ્ટન્સ અને દિશા: ઉમેદવારોએ તમામ આઠ દિશાઓને ધ્યાનમાં લેવી જોઈએ અને માની લેવું જોઈએ કે તેઓ ઉકેલ કરતી વખતે મર્યાદાઓ ઘટાડવા માટે ઉત્તર તરફ છે. પરિભ્રમણ-આધારિત પ્રશ્નો માટે, વ્યક્તિએ ધારવું જોઈએ કે તે જે દિશામાં જઈ રહ્યા છે, તે ઘડિયાળની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. 3 થી 5 ડિસ્ટન્સ અને દિશાના પ્રશ્નો આવી શકે છે.

    ડેટા સફિસયન્સી: આ વિષયો ઘણો સમય માંગી લે તેવો છે, તેમાં માનસિક તર્કની જરૂર હોય છે. ગૂંચવણો ટાળવા માટે પ્રશ્નના ભાવાર્થનું વિશ્લેષણ કરીને તેને લખી લેવું જોઈએ. ડેટાને સમજવામાં ચોકસાઈ અને ઝડપ વધારવામાં પ્રેક્ટિસ મદદ કરશે. 4 થી 5 ડેટા સફિસયન્સી પ્રશ્નો આવી શકે છે.

    કોડિંગ-ડીકોડિંગ: પ્રશ્નોમાં ઉલ્લેખિત ઘટકો માટે કોઈ પેટર્ન અથવા નિયમ છે કે કેમ, તે ઓળખવા માટે વ્યક્તિએ મૂળાક્ષરો અને સંખ્યાઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ. હંમેશા મૂલ્યાંકન કરો કે કોડિંગ ચડતા કે ઉતરતા ક્રમમાં છે. લગભગ 3 થી 5 કોડિંગ-ડીકોડિંગ પ્રશ્નોની શક્યતા હોય છે.

    નાબાર્ડ ગ્રેડ A પ્રિલિમ્સ 2022 માં અંગ્રેજી ભાષા માટે કેવી રીતે તૈયારી કરવી?

    નાબાર્ડ ગ્રેડ A પાછલા વર્ષની પરીક્ષા મુજબ, ઉમેદવારો રીઝનીંગ વિભાગમાં 2021માં 17-20 અને 2020માં 29-33 જેટલા સવાલો સરળતાથી સોલ્વ કરી શક્ય હતા, રીડિંગ કોમ્પ્રિહેનશન, વાક્યમાં ભૂલ, વાક્યની પુન: ગોઠવણી, ફિલર્સ, વર્ડ રિપ્લેસમેન્ટ વગેરે જેવા વિષયોમાંથી પ્રશ્નોની અપેક્ષા રાખી શકાય છે.

    (i) અંગ્રેજી ભાષાના ઓછામાં ઓછા 20પ્રશ્નો અને 3થી5 રીડિંગ કોમ્પ્રિહેનશન નિયમિતપણે ઉકેલો

    તમારી યાદશક્તિ સુધારવા અને નવા શબ્દો શીખવા માટે વ્યાકરણ અને શબ્દભંડોળમાંથી ઓછામાં ઓછા 10 પ્રશ્નો ઉકેલો. પેરેગ્રાફ સંબંધિત પ્રશ્નો વાંચવા અને જવાબ વખતે ચોકસાઈ વધારવા 3 થી 5 વાર વાંચી સમજવાનો પ્રયાસ કરો. કીવર્ડ્સ, શબ્દસમૂહો શોધવાની અને પ્રશ્નોના સાચા જવાબો શોધવાની તમારી ક્ષમતાને વધારવામાં મદદ કરશે. રીડિંગ કોમ્પ્રીહેન્સનમાંથી મહત્તમ પ્રશ્નો આવે છે, તેથી ઘણો અભ્યાસ કરો.

    (ii) અંગ્રેજી ભાષાની ક્વિઝ, મોક ટેસ્ટ પેપર, પાછલા વર્ષના પેપર્સનો અભ્યાસ કરો

    નાબાર્ડ ગ્રેડ B પ્રિલિમ્સ 2022 માં અંગ્રેજી ભાષામાં વધુ સ્કોર મેળવવા માટે પ્રેક્ટિસ એ એક માત્ર રસ્તો છે. મોક ટેસ્ટ, ક્વિઝ, પાછલા વર્ષના પેપર્સ તમારા મજબૂત અને નબળા વિષયોને જાણી તે રીતે તૈયારી કરવી. Wren & Martin માંથી શક્ય તેટલી વ્યાકરણની પ્રેક્ટિસ કરવી. રીઅલ-ટાઇમ પરીક્ષા સેટિંગ્સથી અનુકૂળ થવા માટે હંમેશા ટાઈમર સાથે રાખી લખવા બેસો.

    (iii) અંગ્રેજી ભાષામાં મહત્વપૂર્ણ વિષય મુજબના પ્રશ્નો ઉકેલવા માટે ટચૂકડી ટિપ્સ-

    ક્લોઝ ટેસ્ટ (વિકલ્પોને દૂર કરતી વખતે તમામ વિકલ્પો વચ્ચેનો લોજિકલ સંબંધ શોધો), પેરા જમ્બલ્સ (પ્રથમ વાક્ય અને અંતિમ વાક્યો શોઘી જવાબ મેળવો), સેન્ટેન્સ કરેક્શન (મૂળ વાક્યના વ્યાકરણનું મૂલ્યાંકન કરો અને વ્યાકરણની રીતે ખોટા હોય તેવા વિકલ્પોને દૂર કરો), એરર ડિટેક્શન (વિષય-વર્બ એગ્રીમેન્ટ સંબંધને ઓળખી,દરેક ભાગ ધ્યાનથી વાંચો), રીડિંગ કોમ્પ્રીહેનશન (પ્રથમ વિરોધી અને સમાનાર્થી શબ્દ જાણો, પેસેજની બહારના કોઈપણ શબ્દનો ક્યારેય ઉપયોગ કરશો નહીં, લેખક શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સમજો, કીવર્ડ્સ, શબ્દસમૂહો શોધો).

    (iv) વિષયવાર અંગ્રેજી ભાષાની તૈયારીની ટીપ્સ

    રીડિંગ કોમ્પ્રિહેન્સન: RC પ્રશ્નો માટે કોઈ વિશેષ સોલ્યૂશન નથી. તમારી ઝડપ વધારવા, RCને સમજવા માટે નિયમિત પ્રેક્ટિસ મહત્વપૂર્ણ છે. વ્યાકરણ અને શબ્દભંડોળની સમજ જરૂરી છે. RCમાં સામાન્ય રીતે અર્થતંત્ર, બેંકિંગ, નાણાકીય વર્તમાન બાબતો, શબ્દભંડોળ અને વ્યાકરણ આધારિત પ્રશ્નો પર આધારિત હોય છે. વાંચવાની ઝડપ વિકસાવવા માટે અખબારોના લેખો નિયમિત વાંચો.

    સેન્ટેન્સ રી-અરેન્જમેન્ટ: આ પ્રશ્નોમાં આડાઅવળા શબ્દોઅને ખામી યુક્ત વાક્યોને ફરીથી ગોઠવવા પડે છે. સાચું વાક્ય રચવા માટે શબ્દભંડોળ અને વ્યાકરણની જરૂર પડે છે. કનેક્ટર્સને જોઈ ભૂલને શોધો. વાક્યોને ગોઠવતી વખતે આર્ટિકલ્સ, ક્રિયાવિશેષણો, કનેક્ટર્સ, સર્વનામ વગેરે જુઓ.

    એરર ડિટેક્શન: વ્યાકરણની રીતે ખોટા વાક્યો શોધવા માટે વ્યાકરણ અને શબ્દભંડોળની મજબૂત સમજ હોવી આવશ્યક છે. વાક્યમાં ભૂલો શોધવા માટે વ્યાકરણ, કાળ, ક્રિયાપદો, ક્રિયાવિશેષણો, સંજ્ઞાઓ, સર્વનામ, વિશેષણો, પૂર્વનિર્ધારણ, જોડાણ, લેખો, એકવચન અને બહુવચન નિયમો, શબ્દભંડોળના મૂળભૂત નિયમોને જાણો. નિયમિત વાંચનની પ્રેક્ટિસ ભૂલ શોધવા અને પ્રશ્નો ઉકેલવામાં પણ મદદ કરશે.

    સમાનાર્થી અને વિરોધી શબ્દો: ઉમેદવારો સારી રીતે જાણતા હોવા જોઈએ કે વાક્ય સમાનાર્થી શબ્દો અથવા શબ્દસમૂહ છે. જે પ્રશ્નમાંના શબ્દના સમાન અર્થ ધરાવે છે. જ્યારે વિરોધી શબ્દો એવા શબ્દો અથવા શબ્દસમૂહો છે જે પ્રશ્નમાં શબ્દના વિરોધી છે. સમાનાર્થી અને વિરોધી શબ્દોના પ્રશ્નોમાં વધારે સ્કોર કરવા માટે શબ્દભંડોળની સારી પકડ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 10-20 નવા શબ્દો શીખો.

    ક્લોઝ ટેસ્ટ: અંગ્રેજી વ્યાકરણ, શબ્દભંડોળ, સંજ્ઞાઓ, સર્વનામ, કાળ, સંયોજનો, વિશેષણો, વિષય-ક્રિયાપદ અને એગ્રીમેન્ટ રુલ વગેરે પર સારી કમાન્ડ, રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો એ ક્લોઝ ટેસ્ટને ઉકેલવા માટેની ચાવી છે. અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે પ્રશ્નોમાં જવાબ રહેલો હોય છે તેથી વાક્યને બે કે ત્રણ વાર ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.

    પેરા જમ્બલ્સ: ઉમેદવારોએ ફકરાની મુખ્ય થીમને સમજવા માટે પહેલા વાક્યોને ધ્યાનથી વાંચવા જોઈએ. શબ્દસમૂહો ગોઠવતી વખતે આર્ટિકલ, ક્રિયાવિશેષણો, કનેક્ટર્સ, સર્વનામ વગેરે ધ્યનમાં રાખવા જોઈએ. પેરા જ્મબલ્સ પ્રેક્ટિસ કરવાથી એરર ડિટેકશન અને સેન્ટેન્સ કરેક્શન પર પણ પકડ મજબૂત થાય છે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Governmet Jobs, Jobs alert, Jobs and Career, Jobs Vacancy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन