Home /News /career /Recruitment Alert: : SBIથી લઈને IOCમાં નવી ભરતીનો દોર શરૂ, પગાર રૂ. 41,000

Recruitment Alert: : SBIથી લઈને IOCમાં નવી ભરતીનો દોર શરૂ, પગાર રૂ. 41,000

નકલી નોટો દ્વારા ખરીદેલી વિવિધ વસ્તુઓને વેચી દીધી અને તેના દ્વારા મળેલા પૈસા EDS સેટેલાઇટ નામની આંગડિયા કંપનીમાં મોકલવામાં આવ્યા હતા.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને(IOCL) GATE 2022 દ્વારા ઈજનેરો અને અધિકારીઓની પોસ્ટ પર ભરતી માટે સ્નાતકો પાસેથી અરજીઓ મંગાવી છે. કંપની વિવિધ માધ્યમના ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (GAEs)ની પણ ભરતી કરી રહી છે. ઉમેદવારોએ IOCLની ઓફિશિયલ વેબસાઈટ — iocl.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 મે છે.

વધુ જુઓ ...
કોરોના મહામારી બાદ ઝડપથી રિકવર થયેલ અર્થતંત્રમાં નોકરીઓની ભરમાર જોવા મળી રહી છે. દેશની ટોચની કંપનીઓમાં નવી ભરતીનો દોર શરૂ થયો છે. તો આવો જાણીએ કઈ કંપની, કઈ જગ્યા માટે ભરતી કરી રહી છે અને તેના માટે શું લાયકાત ધોરણો છે......

SBI ભરતી 2022 : 641 પોસ્ટ માટે રિક્રુટમેન્ટ, પગાર રૂ. 41,000

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ SBIના નિવૃત્ત કર્મચારીઓ પાસેથી કોન્ટ્રાકટ આધારિત 641 જેટલી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઇટ - sbi.co.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 7 જૂન છે.

અહીં ઉમેદવારો કુલ 641 ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તેમાં ચેનલ મેનેજર ફેસિલિટેટર- એનિટાઇમ ચેનલ્સ (CMF-AC)ની 503 પોસ્ટ્સ, ચેનલ મેનેજર સુપરવાઈઝર, એનિટાઇમ ચેનલ્સ (CMS-AC)ની 130 પોસ્ટ્સ અને સપોર્ટ ઓફિસર, Anytime Channels (SO-AC)ની 8 પોસ્ટ્સનો સમાવેશ થાય છે.

ચેનલ મેનેજર ફેસિલિટેટર - એનિટાઇમ ચેનલ્સ (CMF-AC)ની જગ્યા માટે પસંદ થવા પર ઉમેદવારો દર મહિને રૂ. 36,000નો પગાર મેળવી શકે છે. ચેનલ મેનેજર સુપરવાઈઝર એનિટાઇમ ચેનલ્સ (CMS-AC)ની પોસ્ટ માટે ઓફર કરાયેલ પગાર દર મહિને રૂ. 41,000 છે અને સપોર્ટ ઓફિસર- Anytime Channels (SO-AC) માટે દર મહિને રૂ. 41,000 પગાર છે.

આ પણ વાંચો- Indian Air Force Recruitment: લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ, 10મું પાસ કરી શકે છે અરજી

JSSC ભરતી 2022: 12 પાસ માટે 991 જગ્યાઓ ભરતી, પગાર રૂ. 81,100 સુધી

ઝારખંડ સ્ટાફ સિલેકશન કમિશને (JSSC) રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરની 991 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયાની સૂચના આપી છે. કુલ જગ્યાઓમાંથી 964 જગ્યાઓ ક્લાર્ક માટે છે, જ્યારે 27 જગ્યા સ્ટેનોગ્રાફરની છે. ઉમેદવારો JSSCના ઓફિશિયલ પોર્ટલ jssc.nic.in પર 19 જૂન સુધીમાં ઓનલાઈન ભરતી માટે અરજી કરી શકે છે.

જોકે તમે અરજી ફી 22 જૂન સુધી ભરી શકશો. આ સિવાય ઉમેદવારોને તેમની અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલના કિસ્સામાં સુધારો કરવા માટે 26થી 30 જૂનની વચ્ચે પાંચ દિવસનો સમય આપવામાં આવશે. આ ભરતી ઝારખંડ રાજ્યની હાલની અનામત નીતિને આધીન રહેશે. રિઝર્વેશન કેટેગરી હેઠળ અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફોર્મમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેના માટે સંબંધિત જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

આ પણ વાંચો- ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 25500થી રૂ. 81100 સુધીનો પગાર મળશે, જ્યારે ક્લાર્કની જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 19900થી રૂ. 63200 સુધીનો પગાર મળશે.

મહારત્ન કંપની IOCLમાં ગેટ સ્કોર દ્વારા ભરતી, સેલરી રૂ. 1,60,000 સુધી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને(IOCL) GATE 2022 દ્વારા ઈજનેરો અને અધિકારીઓની પોસ્ટ પર ભરતી માટે સ્નાતકો પાસેથી અરજીઓ મંગાવી છે. કંપની વિવિધ માધ્યમના ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (GAEs)ની પણ ભરતી કરી રહી છે. ઉમેદવારોએ IOCLની ઓફિશિયલ વેબસાઈટ — iocl.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 મે છે.

વિવિધ વિદ્યાશાખાના ઉમેદવારો એન્જિનિયર અને અધિકારીઓની જગ્યાઓ માટે અરજી કરી શકે છે, તેમાં કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

એન્જિનિયર્સ અને અધિકારીઓ તરીકે ઉમેદવારોની સફળ પસંદગી પર દર મહિને રૂ. 50,000નો પ્રારંભિક બેઝિક પગાર મળશે અને રૂ. 50,000 – રૂ. 1,60,000નું પગાર ધોરણ ઓફર કરવામાં આવશે. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (GAEs) તરીકે પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની કામગીરીના આધારે માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

કોચીન શિપયાર્ડ ભરતી: 10 પાસ અને ગ્રેજ્યુએટ મેળવી શકશે રૂ. 77,000 રૂપિયાની નોકરી

દેશના ટોચના યાર્ડ, કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) સિનિયર શિપ ડ્રાફ્ટ્સમેન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે કુલ 261 બેઠકો ભરવા માટે લાયક ઉમેદવારો શોધી રહી છે. CSL ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 મેના રોજથી શરૂ થઈ હતી. રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 6 જૂન છે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો CSLની ઓફિશિયલ વેબસાઈટ cochinshipyard.in પર ઓનલાઈન અરજી કરવી.

આ પણ વાંચો- અમદાવાદનો ટોક ઑફ ધ ટાઉન કિસ્સો: કોન્સ્ટેબલને કરવું છે 'રાજ', બિલ્ડરનો ભાગીદાર બની અધિકારીઓને ધમકાવે છે!

આ જગ્યા માટે પોસ્ટિંગ લેવા ઉમેદવારોએ ભરતી પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારનો ઓનલાઈન ટેસ્ટ હશે. ઑબ્જેક્ટિવ ટાઈપ ઓનલાઈન ટેસ્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે : જનરલ (ભાગ A) અને ટ્રેડ/ડિસિપ્લિન સંબંધિત (ભાગ B). દરેક પ્રશ્ન એક માર્કનો છે અને તેમાં કોઈ નેગેટિવ માર્કિંગ હશે નહીં. દરેક ખાલી જગ્યા માટે ઉમેદવારો દ્વારા ઓબ્જેક્ટિવ પ્રકાર ઓનલાઈન ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. તે પછી પાસિંગ માર્કસ ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી બાદ શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

W6 લેવલની નોકરીઓ માટે પગાર રૂ. 22,500થી રૂ. 73,750ની રેન્જમાં હશે. W7 પોસ્ટ માટે પગાર રૂ. 23.500થી રૂ. 77,000ની રેન્જમાં હશે.

MRPLમાં પણ ગેટ સ્કોર આધારે ભરતી, પગાર રૂ. 1.60 લાખ સુધી

મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ લિમિટેડ (MRPL)એ GATE (એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ)-ગેટ 2022 દ્વારા સહાયક ઇજનેરો અને સહાયક એક્ઝિક્યુટિવ્સની પોસ્ટ માટે ભરતી કરવા અરજીઓ મંગાવી છે. GATE 2022 લાયકાત ધરાવતા ઉમેદવારોની MRPLની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 મે છે.

ઉમેદવારો વિવિધ વિદ્યાશાખાઓમાં મદદનીશ ઇજનેરો અને મદદનીશ એક્ઝિક્યુટિવ્સની કુલ 65 ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. વિદ્યાશાખાઓમાં કેમિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મેટલર્જી, કમ્પ્યુટર સાયન્સ અને કેમિસ્ટ્રીનો સમાવેશ થાય છે.

પસંદ કરાયેલા ઉમેદવારો દર મહિને રૂ. 50,000નો બેઝિક પગાર મેળવશે અને ત્યારબાદ રૂ. 50,000 – રૂ. 1,60,000ના પગાર ધોરણમાં ટ્રેનિંગ કમ પ્રોબેશન પર મૂકવામાં આવશે.

SSC સિલેક્શન પોસ્ટ ફેઝ 10 : SSC.NIC.IN પર 2065 પોસ્ટ માટે એપ્લાય કરો

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) સિલેક્શન પોસ્ટ ફેઝ X/2022 ની ભરતીઓ માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. જે ઉમેદવારો રસ ધરાવતા અને લાયકાત ધરાવતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઇટ —ssc.nic.in પર યોગ્યતા અને પગાર વિશેની વિગતો ચકાસી શકે છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 12 મેના રોજ શરૂ થઈ ગઈ છે. 13 જૂન સુધી ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકશે. ‘વિન્ડો ફોર એપ્લીકેશન ફોર્મ કરેક્શન’ની તારીખો 20 જૂન અને 24 જૂન, 2022 વચ્ચે ચાલુ રહેશે.

આ ખાલી જગ્યાઓ માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ ઓગસ્ટ 2022માં થશે. પરીક્ષાની સત્તાવાર તારીખો હજુ જાહેર કરવાની બાકી છે. આ ભરતી અભિયાન દ્વારા દેશભરમાં કુલ 2065 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
First published:

Tags: Banking Jobs, Jobs, Jobs alert, Jobs in india