Sarkari Naukri: UPSC, DRDO, બેંક ઓફ બરોડામાં આવી ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક
Sarkari Naukri: UPSC, DRDO, બેંક ઓફ બરોડામાં આવી ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક
સરકારી નોકરી
Recruitment 2022: સરકારના માસ્ટર પ્લાનની શરૂઆત સશસ્ત્ર દળો અને ઈન્ડિયન પોસ્ટ (Indian post) અને રેલવેથી (Indian Railway) થઈ છે, જ્યારે આગામી સમયમાં બેંકિંગ સેક્ટરમાં પણ મસમોટી રોજગારી આપવામાં આવશે. જોકે હાલના તબક્કે પણ સરકારી નોકરીની સુવર્ણ તક મળી રહી છે.
Recruitment 2022 : ભારત સરકારે (Government of India) આગામી દોઢ વર્ષમાં દેશમાં 10 લાખ લોકોને સરકારી નોકરી (sarkari Naukri) આપવાનું વચન આપ્યું છે. સરકારના માસ્ટર પ્લાનની શરૂઆત સશસ્ત્ર દળો અને ઈન્ડિયન પોસ્ટ (Indian post) અને રેલવેથી (Indian Railway) થઈ છે, જ્યારે આગામી સમયમાં બેંકિંગ સેક્ટરમાં પણ મસમોટી રોજગારી આપવામાં આવશે. જોકે હાલના તબક્કે પણ સરકારી નોકરીની સુવર્ણ તક મળી રહી છે. આજે અમે તમને અહીં સરકારી ભરતીઓની યાદી આપી રહ્યાં છીએ, જેમાં મોટાપાયે ભરતી ચાલુ છે. આ યાદીમાં UPSCની આસિસટન્ટ માઇનિંગ જીઓલોજિસ્ટથી લઈને DRDOમાં સાયન્ટિસ્ટની જગ્યાઓ માટે ભરતી સાથે અનેક પદો પર રિક્રૂટમેન્ટ ચાલી રહી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ભરતી 2022
UPSC Recruitment 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ રિક્રૂટમેન્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. મદદનીશ કાર્યપાલક ઈજનેર અને અન્ય જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જે યોગ્ય લાયક ઉમેદવારોએ હજુ સુધી પોસ્ટ માટે અરજી કરી નથી તેઓ કમિશનની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈ એપ્લાય કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ જૂન 30, 2022 છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), RAC ભરતી 2022
DRDO RAC Recruitment 2022: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ભરતી અને મૂલ્યાંકન કેન્દ્ર (RAC) એ વૈજ્ઞાનિક (C, D/E અને F)ની જગ્યાઓ માટે અરજી કરવા એપ્લાય કરી શકો છો. લાયક ઉમેદવારો DRDO RACની ઓફિશિયલ વેબસાઈટ rac.gov.in મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
IBPS RRB Recruitment 2022
IBPS RRB ભરતી 2022: ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ એક રિક્રૂટમેન્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં અધિકારી અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોને અરજી કરવા આમંત્રણ છે. રસ ધરાવતા ઉમેદવારો IBPSની અધિકૃત વેબસાઇટ ibps.in પર તેઓ અરજી કરી શકે છે. સરકારી ભરતી વિશે વધુ વિગતો માટે, અહીં આપેલ લિંક પર ક્લિક કરો.
બેંક ઓફ બરોડા ભરતી 2022
Bank of Baroda Recruitment 2022 : સરકારી નેજા હેઠળની બેંક ઓફ બરોડાએ એક ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ-ડેટા સાયન્ટિસ્ટ અને અન્ય જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો ઉપર જણાવેલ જગ્યાઓ માટે બેંકની અધિકૃત વેબસાઇટ ankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે. આ સરકારી ભરતી વિશે વધુ વિગતો માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા AAI ભરતી 2022
AAI ભરતી 2022: The Airports Authority of India (AAI) જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)ની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો AAIની અધિકૃત વેબસાઇટ aai.aero દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા આજે 15 જૂન, 2022થી શરૂ થઈ છે. ઉમેદવારો 14 જુલાઈ, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. સરકારી ભરતી વિશે વધુ વિગતો માટે, અહીં આપેલ લિંક પર ક્લિક કરો
ઇન્ડિયન એર ફોર્સ (IAF) એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2/2022 IAF AFCAT 2022: ભારતીય વાયુસેના (IAF)એ એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2/2022 માટે ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો AFCATની ઓફિશિયલ વેબસાઇટ afcat.cdac દ્વારા અરજી કરી શકે છે. અરજદારો 30 જૂન, 2022ના સાંજે 5:00 વાગ્યા સુધી અરજી કરી શકે છે. સત્તાવાર સૂચના અનુસાર AFCAT પરીક્ષા ઓગસ્ટ 26, 27 અને 28, 2022ના રોજ લેવામાં આવશે. સરકારી ભરતી વિશે વધુ વિગતો માટે આપેલ લિંક પર ક્લિક કરો.