Government job: આ અઠવાડિયામાં DRDO, BSF, Banking, MHA સહિતની સરકારી નોકરીઓ પર કરો અરજી
Government job: આ અઠવાડિયામાં DRDO, BSF, Banking, MHA સહિતની સરકારી નોકરીઓ પર કરો અરજી
સરકારી નોકરી
Recruitment 2022: ચાલુ અઠવાડિયામાં ઘણી સરકારી નોકરી (Government)ઓ માટે નોંધણી (Registration for Government job) પ્રક્રિયા ચાલી રહી છે. જેથી અહીં પ્રાઇવેટ સેક્રેટરીના પદથી માંડીને ઇન્ડિયન બેંકના સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદની ભરતી અંગે જાણકારી આપવામાં આવી છે.
Sarkari Naukri: DRDO, BSF, Banking, MHA,Delhi Police Recruitment: સરકારી નોકરી માટે પ્રયાસ કરતા ઉમેદવારો માટે સોનેરી તક છે. ચાલુ અઠવાડિયામાં ઘણી સરકારી નોકરી (Government)ઓ માટે નોંધણી (Registration for Government job) પ્રક્રિયા ચાલી રહી છે. જેથી અહીં પ્રાઇવેટ સેક્રેટરીના પદથી માંડીને ઇન્ડિયન બેંકના સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદની ભરતી અંગે જાણકારી આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયમાં ભરતી
ગૃહ મંત્રાલય દ્વારા સેક્શન ઓફિસર, પ્રાઇવેટ સેક્રેટરી, આસિસ્ટન્ટ એન્જીનીયર સહિતની જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો www.mha.gov.in સત્તાવાર વેબસાઇટ પર પાત્રતા અને પગાર અંગેની વિગતો ચકાસી શકે છે.
DRDOમાં ભરતી
હૈદરાબાદના સેન્ટર ફોર હાયર એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સિસ (CHESS), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ગ્રેજ્યુએટ (ડિગ્રી) એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો 18 જૂન 2022 સુધી drdo.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.
BSFમાં ભરતી
બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) લાયક પુરુષ ઉમેદવારોને બોર્ડર સિક્યુરિટી ફોર્સની વોટર વિંગમાં ગ્રુપ 'બી' અને 'સી'ની સંયુક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા ઉમેદવારોને આમંત્રણ આપ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો બીએસએફની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in અથવા bsf.gov.in દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.
ઇન્ડિયન બેંક SOની ભરતી
ઇન્ડિયન બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 24 મે 2022થી બેંકની સત્તાવાર વેબસાઇટ www.indianbank.in મારફતે અરજી કરી શકે છે.
દિલ્હી પોલીસમાં ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા 16 જૂન, 2022 સુધી દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. જેથી લાયક ઉમેદવારોએ એસએસસીની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in. દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.