Home /News /career /

Government Job: 10-12, ડિપ્લોમાં પાસ, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી, 14 ઓગસ્ટ છેલ્લી તારીખ

Government Job: 10-12, ડિપ્લોમાં પાસ, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી, 14 ઓગસ્ટ છેલ્લી તારીખ

RCFL Recruitment 2022: આ ભરતી દ્વારા કુલ 396 જગ્યાઓ ભરવાની છે

RCFL Recruitment 2022 : આ નોકરીની અરજી માટે 1 અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી રસ ધરાવનાર ઉમેદવારોએ જલ્દી અરજી કરવી

    RCFL Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, RCFL ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2022 છે. આ નોકરીની (Government job) અરજી માટે 1 અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી. (Job Recruitment) પોસ્ટ્સ માટે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે સત્તાવાર વેબસાઇટ rcfltd.com પર જઈને પોસ્ટ્સ માટે અરજી કરવી જોઈએ.

    આ ભરતી દ્વારા કુલ 396 જગ્યાઓ ભરવાની છે. (Apply for Job) જેમાં ટ્રેડ એપ્રેન્ટીસની 136 જગ્યાઓ, ટેકનીકલની 110 અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની 150 જગ્યાઓનો સમાવેશ થાય છે. સંબંધિત પદની વિગતવાર ખાલી જગ્યાની વિગતો સૂચનામાં ઉપલબ્ધ છે.

    કોણ અરજી કરી શકે છે?


    10 અને 12 પાસ, ડિપ્લોમા પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ટ્રેડ ટેકનિકલ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે. પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત વિશે વધુ જાણકારી નોટોફિકેશન PDFમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો - શું તમે 12 પાસ છો? કરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં અપ્લાય અને બનાવો ઉજ્જવળ કારકિર્દી

    વય મર્યાદા


    અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.

    પસંદગી પ્રક્રિયા


    મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જે નિયત લાયકાતમાં કામગીરીના આધારે તૈયાર કરવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે rcfltd.com/files/Apprentice%20Advt%202022.pdf પર જઈને ભરતીની સૂચના જોઈ શકો છો.

    ઈન્ટેલિજેન્સ બ્યૂરોમાં 766 પોસ્ટ પર ભરતી


    અત્યારે ગુજરાત અને દેશણાં સરકારી નોકરીઓની બમ્પર નોકરીઓનીકળી છે. ત્યારે ગૃહ મંત્રાલય હેઠળની એક મુખ્ય આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઈન્ટેલિજેન્સ બ્યુરો (IB)માં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે સોનેરી તક છે. ઈન્ટેલિજેન્સ બ્યુરો (IB Recruitment 2022) માં મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારી (Assistant Central Intelligence Officer, ACIO), જૂનિયર ઈન્ટેલિજેન્સ ઓફિસર (Junior Intelligence Officer, JIO), સુરક્ષા સહાયક (Security Assistant, SA) હલવાઈ કમ કૂક, કેરટેકર તથા અન્ય પોસ્ટ માટે કુલ 766 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

    વયમર્યાદા


    આ જગ્યાઓ પર ભરતી માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત


    આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ઓફિસર-1/ એક્ઝીક્યુટીવ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઈન્ટેલિજેન્સ વર્કમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Government jobs, Job, Job Alert, Job News, Job vacancy, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन