Home /News /career /

RCFL Recruitment 2022 : RCFL માં એપ્રેન્ટિસની 396 પોસ્ટ માટે ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

RCFL Recruitment 2022 : RCFL માં એપ્રેન્ટિસની 396 પોસ્ટ માટે ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

સરકારી નોકરી

RCFL Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) એ ઓફિશિયલ વેબસાઇટ પર ટ્રેડ (Trade), ટેકનિશિયન (Technician) અને ગ્રેજ્યુએટ (Graduate) એપ્રેન્ટિસની 396 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

    RCFL Recruitment 2022 Job Notification: દેશમાં સરકારી નોકરીઓ માટે બમ્પર ભરતીઓ બહાર પડી છે. ત્યારે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) એ ઓફિશિયલ વેબસાઇટ પર ટ્રેડ (Trade), ટેકનિશિયન (Technician) અને ગ્રેજ્યુએટ (Graduate) એપ્રેન્ટિસની 396 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 14 ઓગસ્ટ 2022ના રોજ અથવા તે પહેલાં RCFLની વેબસાઇટ પર આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

    નોટિફિકેશનમાં જણાવ્યા મુજબએકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ / સેક્રેટરિયલ આસિસ્ટન્ટ / કેમિકલ / સિવિલ / કોમ્પ્યુટર / ઈલેક્ટ્રિકલ / એટેન્ટન્ટ ઑપરેટર / બોઈલર એટેન્ડન્ટ / ઈલેક્ટ્રિશિયન / હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ / ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક / લેબોરેટરી આસિસ્ટન્ટ / મેચિનિસ્ટ / એમ. લેબોરેટરી વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

    અરજી કરનારા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેઓએ વિવિધ ટ્રેડ્સ માટે નીચે દર્શાવેલ લિંક પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે

    ટ્રેડ એપ્રેન્ટિસશિપ (Trade Apprenticeship) માટે, નીચેની લિંક પર રજીસ્ટર કરો:


    http://apprenticeshipindia.org/candidate-registration

    ટેકનિશિયન એપ્રેન્ટિસ(Technician Apprentice) માટે, આ લિંક પર રજીસ્ટર કરો:

    https://www.mhrdnats.gov.in

    BA, B. Com., B.Sc, BBA/ Economics સહિતના ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તરીકે જોડાવા માંગતા ઉમેદવારોનું ગ્રેજ્યુએશનનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટિસ તરીકે જોડાયા બાદ કરવામાં આવશે.

    મહત્વની તારીખ


    અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 14 ઓગસ્ટ 2022

    ખાલી જગ્યાની વિગતો


    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસમાં ખાલી જગ્યાઓ

    એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ-51

    સેક્રેટરીઅલ આસિસ્ટન્ટ -69

    રિક્રુટમેન્ટ એક્ઝિક્યુટિવ (HR)-30

    ટેકનિશિયન એપ્રેન્ટિસમાં ખાલી જગ્યાઓ


    કેમિકલ-30

    સિવિલ-06

    કોમ્પ્યુટર-06

    ઇલેક્ટ્રિક -20

    ઇન્સ્ટ્રુમેન્ટેશન-20

    મિકેનિકલ-28

    ટ્રેડ એપ્રેન્ટિસમાં ખાલી જગ્યાઓ

    એટેન્ડન્ટ ઓપરેટર-85

    બોઈલર એટેન્ડન્ટ-03

    ઇલેક્ટ્રિશિયન-04

    હૉટીક્લચર આસિસ્ટન્ટ-06

    ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક-03

    લેબ આસિસ્ટન્ટ -13

    મશીનિસ્ટ-06

    મેન્ટેનન્સ મિકેનિક-10

    વેલ્ડર-01

    હાઉસકીપર હોસ્પિટલ-01

    મેડિકલ લેબ ટેકનિશિયન-01

    મેડિકલ લેબોરેટરી-03

    એલિજિબિલિટી ના માપદંડ (Eligibility Criteria)

    શૈક્ષણિક લાયકાત:


    એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ-B.Com, BBA/અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન

    સેક્રેટરીઅલ આસિસ્ટન્ટ - કોઈપણ સ્નાતક, બેઝિક અંગ્રેજી

    રિક્રુટમેન્ટ એક્ઝિક્યુટિવ (HR): કોઈપણ સ્નાતક, બેઝિક અંગ્રેજી

    કેમિકલ- કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

    સિવિલ- સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

    કમ્પ્યુટર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

    ઇલેક્ટ્રિકલ- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

    પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નોટિફિકેશનની લિંક તપાસો.

    નોટિફિકેશનની લિંક


    કેવી રીતે અરજી કરવી?


    ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા માટે નીચેના સ્ટેપસ અનુસરો.

    સ્ટેપ 1: www.rcfltd.com વેબસાઈટ પર જાઓ

    સ્ટેપ 2: "Recruitment " પર ક્લિક કરો અને પછી "ENGAGEMENT OF APPRENTICES –

    2022” પર ક્લિક કરો

    સ્ટેપ 3: જાહેરાતની સઘળી વિગતો જુઓ અને સૂચનાઓ તેમજ શરતોઅરજી કરતા પહેલા કાળજીપૂર્વક વાંચી લો.

    આ પણ વાંચોઃ-AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર માટે અરજી કરવાની છેલ્લી તક

    સ્ટેપ 4: “I Accept” પર ક્લિક કરો અને પછી અરજી ફોર્મ ભરવા માટે “Apply Online” પર ક્લિક કરો.

    સ્ટેપ 5: ઉમેદવારે તેમના પાસપોર્ટ સાઈઝના રંગીન ફોટોગ્રાફની સ્કેન કરેલી નકલ .jpg/.jpeg ફોર્મેટમાં જોડવી, જેની સાઈઝ 75 KB કરતા વધુ ન હોય તેમજ તેમની સહી જેની સાઈઝ 25 KB કરતા વધુ ન હોય તેને jpg/.jpeg ફોર્મેટમાં જ સબમિટ કરવી.

    આ પણ વાંચોઃ-PNB recruitment 2022 : પંજાબ નશનલ બેંકમાં 103 પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

    સ્ટેપ 6: તમે અરજી ફોર્મ ભરો તે પછી, ડેટા સાચવવા/સબમિટ કરવા માટે "SAVE/SUBMIT" પર ક્લિક કરો

    સ્ટેપ 7: અરજી સબમિટ કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ જનરેટ કરવામાં આવશે.

    સ્ટેપ 8: અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે "Print" બટન પર ક્લિક કરો.આ પ્રિન્ટની જો શોર્ટલિસ્ટ થશો તો જોઈનીંગ સમયે જરૂર પડશે. ઉમેદવારોએ ઓનલાઈન ભરેલ રજિસ્ટર્ડ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ મોકલવાની જરૂર નથી.
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन