Home /News /career /

RCF Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં 111 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

RCF Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં 111 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

RCFL Recruitment 2022 : રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમીટેડમાં ભરતી

Rcf recruitment 2022 : રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમીટેડ (RCF) દ્વારા 111 ટેકનિશિયન (RCF Jobs)ની નોકરી માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે થછે.

વધુ જુઓ ...
    RCF Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF Ltd. Recruitment)એ કુલ 111 ટેક્નિશિયન પોસ્ટ્સ (Jobs for Technician Post) માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો rcfltd.com પર 4 એપ્રિલ 2022 સુધી ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે. આ નોકરી માટે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા નોટિફીકેશન (RCF Notification) અને એપ્લિકેશનની લિંકની (RCB Online Application link) ખાસ ચેક કરવી. ઉમેદવારો માટે અહીંયા અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી છે. સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ મોટી તક છે.

    RCF Recruitment 2022: આ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી

    ટેક્નિશિયન (મેકેનિકલ) ગ્રેડ 2 – 51 પોસ્ટ, ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) ગ્રેડ 2 – 32 પોસ્ટ, ટેક્નિશિયન (ઇન્સ્ટ્રૂમેન્ટેશન) ગ્રેડ 2 – 28 પોસ્ટ

    RCF Recruitment 2022: ટેક્નિશિયન (મેકેનિકલ) ગ્રેડ 2

    ફુલ ટાઇમ અને રેગ્યુલર ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનીયરિંગ/ટેકનોલોજી અને એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એક વર્ષની તાલીમ (BOAT) પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

    અથવા

    એચ.એસ.સી. (સાયન્સ) ધરાવતા ઉમેદવારો અને ત્રણ વર્ષના ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ/ ટેકનોલોજીના બીજા વર્ષ / ત્રીજા સેમેસ્ટરમાં સીધો પ્રવેશ અને એપ્રેન્ટિસ એક્ટ 1961 (સુધારો 1973) હેઠળ એક વર્ષની તાલીમ (BOAT) સફળતાપૂર્વક પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

    RCF Recruitment 2022: ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) ગ્રેડ 2

    એપ્રેન્ટિસ ધારા-1961 (સુધારા 1973) હેઠળ ફુલટાઇમ અને નિયમિત ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનીયરિંગ/ટેકનોલોજી તથા એક વર્ષની તાલીમ (BOAT) પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. અથવા

    એચ.એસ.સી. (સાયન્સ) ધરાવતા ઉમેદવારો અને ત્રણ વર્ષના ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ/ ટેકનોલોજીના બીજા વર્ષ / ત્રીજા સેમેસ્ટરમાં સીધો પ્રવેશ અને એપ્રેન્ટિસ એક્ટ 1961 (સુધારો 1973) હેઠળ એક વર્ષની તાલીમ (BOAT) સફળતાપૂર્વક પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ/ટેકનોલોજી પાસ કર્યા પછી એક વર્ષની તાલીમ (બોટ) પૂર્ણ કરવી જરૂરી છે.

    આ પણ વાંચો : UPSC Recruitment: UPSCની 28 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    RCF Recruitment 2022: ટેક્નિશિયન (ઇન્સ્ટ્રૂમેન્ટેશન) ગ્રેડ 2

    B.Sc ના 3 વર્ષના કોઈપણ અભ્યાસક્રમ દરમિયાન એક વિષય તરીકે કેમિકલ સાથે ફુલટાઇમ અને નિયમિત B.Sc.(ફિઝીક્સ) ડિગ્રી. નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (કેમિકલ પ્લાન્ટ)માં એનસીવીટી એટલે કે આઇએમ (સીપી) ટ્રેડ.RCF

    Recruitment 2022: નોકરીની ટૂંકી  વિગતો































    જગ્યા111
    શૈક્ષણિક લાયકાતતમામ પદ પર અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાટેક્નિશિયન પોસ્ટ્સ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટના આધારે
    અરજી ફી700 રૂ. પ્લસ જીએસટી
    અરજી કરવાની અંતિમ તારીખ4-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    RCF Recruitment 2022: કેટલો મળશે પગાર

    આપને જણાવી દઇએ કે ટેક્નિશિયનના આ પદો પર પસંદગી પામનારા ઉમેદવારોને માસિક 22,000 રૂપિયાથી 60,000 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે.

    RCF Recruitment 2022: વયમર્યાદા

    રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડમાં ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 31 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    આ પણ વાંચો :  RBI Recruitment: RBIમાં 294 જગ્યા માટેનું નોટિફીકેશન જાહેર,અહીંથી સીધા કરો અરજી

    RCF Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    ટેક્નિશિયન પોસ્ટ્સ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ પરીક્ષામાં ઉમેદવારો પાસેથી 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને ઉમેદવારોને આ પ્રશ્નોના જવાબ આપવા માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन