RBI સાથે કરવા માંગો છો કામ? ઈન્ટર્નશીપ માટે વિદ્યાર્થીઓ અને ફ્રેશર્સ આ રીતે કરી શકે છે અરજી

RBIમાં વિદ્યાર્થીઓને મળી રહી છે ઈન્ટર્નશીપ કરવાની તક

RBI, Summer Internship : હવે વિદ્યાર્થીઓ (Students) અને ફ્રેશર્સ (freshers) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) માં ઈન્ટર્નશીપ કરી શકે છે.

  • Share this:
    હવે વિદ્યાર્થીઓ (Students) અને ફ્રેશર્સ (freshers) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) માં ઈન્ટર્નશીપ કરી શકે છે. RBIનો આ એન્યુઅલ સમર ઈન્ટર્નશીપ પ્રોગ્રામ (annual summer internship programme) ની શરૂઆત એપ્રિલ 2022થી શરૂ થશે. જે વિદ્યાર્થીઓ ફાઈનાન્સ, ઈકોનોમિક્સ, લો (કાયદા) અને બેન્કિંગ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં હોય, તે આ ઈન્ટર્નશીપ કરી શકે છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બર 2021 સુધી આ ઈન્ટર્નશીપ માટેની અરજી કરી શકાય છે.

    જણાવી દઈએ કે ઈન્ટર્નશીપ માટે કુલ 125 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઈન્ટર્નશીપ માટે પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂ. 20,000 સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોકે, ઈન્ટર્નશીપ કરવા માટે ઉમેદવારોએ મુંબઈ સુધીનો પોતાનો ટ્રાવેલિંગ ખર્ચ જાતે ઉઠાવવાનો રહેશે. સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ તેમણે જાતે જ કરવાની રહેશે.

    RBI SUMMER INTERNSHIP: આ લોકો કરી શકે છે અરજી

    સ્થાનિક વિદ્યાર્થીઓ –

    જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ, કોમર્સ, અંકશાસ્ત્ર, કાયદા, ઈકોનોમિક્સ, બેન્કિંગ, ફાઈનાન્સ વગેરેના 5 વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સ અથવા પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યાં હોય તે અથવા માન્ય કોલેજ અથવા યૂનિવર્સિટીમાંથી 3 વર્ષનો કાયદાનો પ્રોફેશનલ બેચલર ડિગ્રી ફાઈનલ યરમાં પરસ્યુ કરી રહેલા વિદ્યાર્થીઓ આ ઈન્ટર્નશીપ માટે અરજી કરી શકે છે.

    આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

    વિદેશી વિદ્યાર્થીઓ-

    જે વિદ્યાર્થીઓ વિદેશી યૂનિવર્સિટી અથવા ઈન્સ્ટીટ્યુટથી મેનેજમેન્ટ, કોમર્સ, આંકડાશાસ્ત્ર, કાયદા, ઈકોનોમિક્સ, બેન્કિંગ, ફાઈનાન્સ અને કાયદાના 5 વર્ષનો કોર્ષ કરી રહ્યા હોય તે વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. જેમાંથી પસંદગી પામેલા 125 ઉમેદવારોના ઈન્ટરવ્યૂ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2022માં દેશના કોઈપણ RBI ઓફિસમાં યોજવામાં આવશે.

    RBI SUMMER INTERNSHIP: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓએ સંબંધિત ઈન્સ્ટીટ્યૂટના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કના કન્ટ્રોલ ઓફિસ (Control Offices of Reserve Bank of India)માં ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 37,000 રૂ. પગારથી શરૂઆત

    વિદેશી વિદ્યાર્થીઓ જે આ ઈન્ટર્નશીપ માટે લાયકાત ધરાવતા હોય તે નિર્ધારિત ફોર્મને ચીફ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝન), સેન્ટ્રલ ઑફિસ, 21મો માળ, સેન્ટ્રલ ઑફિસ બિલ્ડિંગ, શહીદ ભગત સિંહ રોડ, મુંબઈ – 400 001 (The Chief General Manager Reserve Bank of India Human Resource Management Department (Training & Development Division), Central Office, 21st Floor, Central Office Building, Shahid Bhagat Singh Road, Mumbai – 400 001) પર મોકલવાનું રહેશે.

    ધ્યાનમાં રાખવુ કે એપ્લિકેશનની એડવાન્સ કોપી cgminchrmd@rbi.org.in પર મેઈલ કરવાની રહેશે.
    First published: