RBI Recruitment 2022 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)માં 294 ઓફિસરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ સોમવારે 18-4-2022ના રોજ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે.
RBI Recruitment 2022 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 394 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી પસંદ થનારા ગ્રેડ બી ઓફિસરની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક છે. (RBI Recruitment 2022 Online Application) આરબીઆઈની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18-4-2022 છે. એટલે કે સોમવારે વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરવાની વિગતો નીચે ટેબલમાં આપેલી છે. ઉમેદવારો જાહેરાત વાંચી અને શૈક્ષણિક યોગ્યતાના આધારે ફોર્મ ભરી શકે છે.
RBI ગ્રેડ Bમાં અધિકારીઓની પસંદગી માટે ઓનલાઇન પરીક્ષા લે છે. આ વર્ષે RBI ગ્રેડ Bની પરીક્ષા 28 મેથી 6 ઓગસ્ટ 2022 સુધી લેવામાં આવશે. ઓફિસર્સ ગ્રેડ B (DR) જનરલમાં 238 ઓફિસર્સ ગ્રેડ B (DR)- DIPRમાં 31 અને ઓફિસર્સ ગ્રેડ B (DR)-DSIMમાં 25 જગ્યા પર ભરતી થશે.
આ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની ભરતી દેશભરમાં કરવામાં આવશે અને દર મહિને રૂ. 83254નો આકર્ષક પગાર આપવામાં આવશે. અહીં મહત્વની તારીખો, ખાલી જગ્યા, લાયકાત અને અન્ય વિગતો આપવામાં આવી છે.
RBI Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
ગ્રેડ B (DR) - (જનરલ)ના અધિકારીઓ: કોઈપણ શાખામાં સ્નાતક / સમકક્ષ તકનીકી અથવા વ્યાવસાયિક લાયકાત સાથે ઓછામાં ઓછા 60% ગુણ (એસસી / એસટી / પીડબલ્યુબીડી અરજદારો માટે 50%) અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન / સમકક્ષ તકનીકી લાયકાત ઓછામાં ઓછા 55% ગુણ (એસસી / એસટી / પીડબલ્યુબીડી અરજદારો માટે પાસ માર્ક્સ) જરૂરી છે.
RBI Recruitment 2022 : ગ્રેડ B (DR) DEPR અધિકારીઓ - ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે ઇકોનોમિક્સ/ઇકોનોમેટ્રિક્સ/ક્વોન્ટિટેટિવ ઇકોનોમિક્સ/મેથેમેટિકલ ઇકોનોમિક્સ/ઇન્ટિગ્રેટેડ ઇકોનોમિક્સ કોર્સ/ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી અથવા તમામ સેમેસ્ટરના એકંદરે સમકક્ષ ગ્રેડ - માન્ય અથવા વિદેશી યુનિવર્સિટી/સંસ્થામાંથી અથવા PGDM / ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે MBA ફાયનાન્સ અથવા તમામ સેમેસ્ટરના એકંદરે સમકક્ષ ગ્રેડ અથવા અર્થશાસ્ત્રની કોઈપણ પેટા કેટેગરીમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી.
આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન પરીક્ષાના બે તબક્કા રહેશે. તેમાં ઇન્ટરવ્યૂ માટેનો રાઉન્ડ પણ રહેશે.
RBI Recruitment 2022 : વયમર્યાદા
21થી 30 વર્ષ
RBI Recruitment 2022 : કઈ રીતે કરવી અરજી?
- RBIની વેબસાઈટ -https://opportunities.rbi.org.in/Scripts/Vacancies પર જઈ Opportunities@RBI >Current Vacancies > Vacancies હેઠળ Recruitment for the post of “Officers in Gr.’B’ (DR) General/DEPR/DSIM પોસ્ટ પર ક્લિક કરો.
- હવે રજીસ્ટ્રેશન કરવા માટે Click here for New Registration ટેબ પસંદ કરો અને નામ, કોન્ટેકટ વિગતો અને ઈમેલ-આઈડી નાખો. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સર્વિસીસ બોર્ડ, મુંબઈ દ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે. હવે જાહેરાતના પેજમાં આવેલી હાયપરલિંક Online Application Form પર ક્લિક કરો.
- હવે બેઝિક વિગતો દાખલ કરો અને આપેલ સૂચનો મુજબ ઓનલાઈન અરજી ફોર્મમાં ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હાથથી લખેલી ડેકલેરેશન અપલોડ કરો.
- ત્યારબાદ Validate your details અને Save & Next' button બટન પર ક્લિક કરીને તમારી એપ્લિકેશનને સેવ કરો.
- દસ્તાવેજોને સ્કેન કરવા અને અપલોડ કરવા માટેની માર્ગદર્શિકામાં આપેલ સૂચનો અનુસાર ફોટો, હસ્તાક્ષર, ડાબા અંગૂઠાની છાપ અને હાથથી લખેલી ડેકલેરેશન અપલોડ કરવા આગળ વધો અને એપ્લિકેશન ફોર્મમાં અન્ય વિગતો ભરો.
- હવે ફાઇનલ સબમિટ કરતા પહેલા સમગ્ર અરજી ફોર્મને તપાસી લો. તેના માટે Preview ટેબ પર ક્લિક કરો. જો જરૂરી હોય તો વિગતોમાં ફેરફાર કરો અને તમારી વિગતો સાચી હોય તો FINAL SUBMIT પર ક્લિક કરો.
- અંતે Payment ટૅબ પર ક્લિક કરીને ચુકવણી કરો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર