Home /News /career /સરકારી નોકરી : RBIમાં આસિસ્ટન્ટની 950 જગ્યાઓ પર થશે ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
સરકારી નોકરી : RBIમાં આસિસ્ટન્ટની 950 જગ્યાઓ પર થશે ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
RBI Recruitment 2022 : આાબીઆઈમાં આસિસ્ટન્ટની બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશે અરજી
RBI Recruitment 2022 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં જ તેની વેબસાઇટ opportunities.rbi.org.in અને અખબારમાં RBI આસિસ્ટન્ટ માટેની ભરતી (RBI Assistant Recruitment 2022)નું જાહેરનામું બહાર પાડે તેવી સંભાવના છે.
RBI Recruitment 2022 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં જ તેની વેબસાઇટ opportunities.rbi.org.in અને અખબારમાં RBI આસિસ્ટન્ટ માટેની ભરતી (RBI Assistant Recruitment 2022)નું જાહેરનામું બહાર પાડે તેવી સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, RBI આસિસ્ટન્ટ માટેનું રજિસ્ટ્રેશન આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉમેદવારો આ ભરતી માટે 8 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકશે.
રિપોર્ટ્સ મુજબ પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં બેંકની વિવિધ કચેરીઓમાં દેશભરમાં કુલ 950 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે બેંક દેશવ્યાપી પરીક્ષા લેશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો એટલે કે RBI આસિસ્ટન્ટ પ્રિલિમ્સ 26 અને 27 માર્ચ 2022ના રોજ અપેક્ષિત છે. જેઓ પ્રિલિમ્સમાં ક્વોલિફાય થશે તેમને મેઈન પરીક્ષામાં બોલાવવામાં આવશે.
સરકારની માર્ગદર્શિકાને અનુરૂપ RBI મર્યાદિત સંખ્યામાં SC /ST / OBC / PWD ઉમેદવારો માટે ચોક્કસ કેન્દ્રો પર તાલીમ આપવાનું આયોજન ધરે તેવી પણ અપેક્ષા છે. જે ઉમેદવારો RBI બેંકમાં સહાયક તરીકે નોકરી શોધી રહ્યા છે તેમની પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ.
RBI Recruitment 2022 : લાયકાતના માપદંડ
એકંદરે ઓછામાં ઓછા 50 ટકા ગુણ (SC / ST/ PWD ઉમેદવારો માટે પાસ ક્લાસ) સાથે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન અને પીસી પર વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન જરૂરી છે. તેમજ ભૂતપૂર્વ સૈનિકોની કેટેગરીના ઉમેદવાર (ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતો સિવાય) કાં તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અથવા તો સશસ્ત્ર દળોની મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષની સંરક્ષણ સેવામાં હોવા જોઈએ. કોઈ ચોક્કસ ભરતી કચેરીમાં પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો રાજ્યની ભાષા (એટલે કે ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડવી)માં નિપુણ હોવા જોઈએ.
- આ પદો માટે પસંદગી બે તબક્કામાં ઓનલાઈન પરીક્ષાઓ દ્વારા કરવામાં આવશે. - લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (LPT),આસિસ્ટન્ટ એક્ઝામ પેટર્ન
RBI Recruitment 2022 : પ્રિલિમ્સ એક્ઝામ પેટર્ન:
પ્રશ્નોની કુલ સંખ્યા - 3 વિભાગોમાં 100 (અંગ્રેજી ભાષાના 30, ગણિતના 35 અને રીઝનિંગ ક્ષમતાના 35) કુલ ગુણ - 100 સમય - દરેક વિભાગ માટે 20 મિનિટ
RBI Recruitment 2022 : મેઈન્સ એક્ઝામ પેટર્નઃ
રીઝનિંગની ટેસ્ટમાં 40 પ્રશ્નો, મહત્તમ 40 ગુણ અને 30 મિનિટનો સમય રહેશે. અંગ્રેજી ભાષામાં પણ 40 પ્રશ્નો, મહત્તમ 40 ગુણ અને 30 મિનિટનો સમય રહેશે. આવી જ રીતે ન્યુમેરિક ટેસ્ટમાં 40 પ્રશ્નો, મહત્તમ 40 ગુણ અને 30 મિનિટનો સમય, જનરલ અવેરનેસમાં 40 પ્રશ્નો, મહત્તમ 40 ગુણ અને 25 મિનિટનો સમય અને કોમ્પ્યુટર જ્ઞાનમાં 40 પ્રશ્નો, મહત્તમ 40 ગુણ અને 20 મિનિટનો સમય રહેશે. કુલ 200 પ્રશ્નો, 200 ગુણ અને 135 મિનિટનો સમય રહેશે.
નોંધઃ પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં 1/4 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ થશે
મુખ્ય પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (LTP) આપવી પડશે. લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ નીચે જણાવ્યા મુજબ સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષામાં લેવાશે. જેમાં નાપાસ થનારને ગેરલાયક ઠેરવવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
આશરે 950
શૈક્ષણિક લાયકાત
એકંદરે ઓછામાં ઓછા 50 ટકા ગુણ (SC / ST/ PWD ઉમેદવારો માટે પાસ ક્લાસ) સાથે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન અને પીસી પર વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન જરૂરી છે. તેમજ ભૂતપૂર્વ સૈનિકોની કેટેગરીના ઉમેદવાર (ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતો સિવાય) કાં તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અથવા તો સશસ્ત્ર દળોની મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ