Sarkari Naukri : રાજકોટ નાગરિક બેંકમાં મેનેજરીયલ પોસ્ટ પર ભરતી, જાણો લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ

રાજકોટ નાગરિક બેંકમાં મેનેજરીયલ પોસ્ટ પર ભરતી

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2021: રાજકોટ નાગરિક બેંકમાં આસિન્ટ મેનેજર, ચીફ મેનેજર અને ડે.ચીફ મેનેજરની ભરતી બહાર પડી છે.

  • Share this:


    Rajkot Nagarik Sahakari Bank Limited Recruitment : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) એ વિવિધ મેનેજર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. બેંક દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ચીફ મેનેજર, અને ડે.ચીફ મેનેજરની પોસ્ટ પર વેકેન્સી બહાર પાડવાાં આવી છે. આ તમામ નોકરી માટેની વેકેન્સી ઓનલાઇન છે અને તેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5-11-2027 છે. ઉમેદવારો નોટિફિકેશન ચેક કરી અને ઓનલાઇન એપ્લિકેશન સ્વીકારવામાં આવશે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇ અરજી કરી અને આ નોકરી માટે એપ્લાય કરવાનું રહેશે.

    કઈકઈ પોસ્ટ માટે ભરતી : રાજકોટ નાગરિક સહકારી બેંકમા આસિસ્ટન્ટ મેનેજર, ચીફ મેનેજર, ડે.ચીફ મેનેજર અને મેનેજર (એસ્ટેટ)ની ભરતી બહાર પાડવામાં આવી છે. તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જેના માટે ઓનલાઇન નોટિફિકેશન વાંચવું જરૂરી છે. આ નોકરી રાજકોટ નાગરિક સહકારી બેંકની કોઈ પણ બ્રાન્ચ માટે છે.

    ભરતીની વિગતો

    આસિસ્ટન્જ જનરલ મેનેજર : આ નોકરી માટે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થયેલા અને 15 વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિ આવેદન કરી શકશે. ઉમેદવારનો અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશન, એલએલબી અથવા સીએ હોય તો પણ હિતાવહ છે. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 50 વર્ષ છે.

    ચીફ મેનેજર : આ નોકરી માટે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થયેલા અને 15 વર્ષનો મેનેજરીયલ કેટેગરીનો અનુભવ ધરાવનાર વ્યક્તિ આવેદન કરી શકશે. ઉમેદવારનો અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશન, એલએલબી અથવા સીએ હોય તો પણ હિતાવહ છે. આ ઉપરાંત સહકારી બેંકનો વહિવટનો અનુભવ પણ હોવો આવશ્યક છે. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 50 વર્ષ છે.

    આ પણ વાંચો :  એરફોર્સમાં સિવિલિયન પદ માટે ભરતી બહાર પડી, જાણો કેવી રીતે કરવાની રહેશે અરજી

    ડે. ચીફ મેનેજર : આ નોકરી માટે પણ ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થયેલા અને 10 વર્ષનો ઓફિસર તરીકેનો અનુભવ ધરાવનાર વ્યક્તિ આવેદન કરી શકશે. આ ઉપરાંત 5 વર્ષનો સ્કેલ-2નો અનુભવ હોય તેવા ઉમેદવારો પણ આવેદન કરી શકશે. ઉમેદવારનો અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશન, એલએલબી અથવા સીએ હોય તો પણ હિતાવહ છે. આ ઉપરાંત સહકારી બેંકનો વહિવટનો અનુભવ પણ હોવો આવશ્યક છે. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 45 વર્ષ છે.

    નોકરીની ટૂંકી વિગતો



























    પોસ્ટ : 03
    શૈક્ષણિક લાયકાત : વિવિધ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના આધારે છે.
    એપ્લિકેશન ફી : નથી
    એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ : 5-11-2021
    ઓનલાઇન એપ્લિકેશન કરવા અને નોટિફિકેશન જોવા માટે : અહીંયા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા અને પગાર

    આ તમામ પદ માટેની પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના આધારે થશે. ઉમેદવારોના પગાર ફિક્સ્ડ ટર્મના કરાર આધારિત નીતિ નિયમો મુજબ હશે. વધુ માહિતી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા અથવા ફોર્મ જોવા માટે વિનંતી છે.
    Published by:Jay Mishra
    First published: