Rajkot Municipal Corporation Recruitment 2022: રાજકોટ મનપામાં 183 જગ્યા પર ભરતી, રૂ. 49,700 સુધી મળશે પગાર
Rajkot Municipal Corporation Recruitment 2022: રાજકોટ મનપામાં 183 જગ્યા પર ભરતી, રૂ. 49,700 સુધી મળશે પગાર
રાજકોટ મહાનગરુપાલિકા દ્વારા 183 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
Rajkot Municipal Corporation Recruitment 2022: રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક યોગ્યતા ચકાસી અને અહીંથી સીધા અરજી કરી શકો છો.
રાજકોટ મહાનગરપાલિકાની ભરતીમાં કુલ 183 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ પૈકીની મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સની U PHC U CHC - 11 જગ્યા છે. જ્યારે મહિલા હેલ્થ વર્કર્સ U PHC U CHCની 07 જગ્યા છે. જ્યારે કે ફાર્માસિસ્ટની U PHC U CHCની 04 જગ્યા છે. જ્યારે મેડિકલ ઓફિસર U PHC U CHCની 117 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
Rajkot Municipal Corporation Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત : મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સની U PHC U CHC : એમબીબીએસની ડિગ્રી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવી અનિવાર્ય છે.
જ્યારે મહિલા હેલ્થ વર્કર્સ U PHC U CHC: કેમેસ્ટ્રી/ બોયોકેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજીમાં ડીએમએલટી/બી.ડીએમએલટી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિીટમાંથી
ફાર્માસિસ્ટ U PHC U CHC: બી ફાર્મ
મેડિકલ ઓફિસર U PHC U CHC: માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડમાંથી 10 પાસ ઉમેદવાર આના માટે અરજી કરી શકે છે.
Rajkot Municipal Corporation Recruitment 2022 : ઉંમર મર્યાદા
મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સની U PHC U CHC : 21-36 વર્ષ
મહિલા હેલ્થ વર્કર્સ- ફાર્માસિસ્ટની નોકરી માટે U PHC U CHC: 18-36 વર્ષ
લેબ ટેકનિશિયન, મેડિકલ ઓફિસર : 18-34 વર્ષ
Rajkot Municipal Corporation Recruitment 2022 : અરજી ફી
રાજકોટ મહાનગર પાલિકાની ભરતી માટે બિન અનામત વિભાગના પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. જ્યારે કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 250 રાખવામાં આવી છે.
Rajkot Municipal Corporation Recruitment 2022 : પગાર ધોરણ
આ ભરતીમાં સરકારના નિયમો મુજબ પગાર આપવામાં આવશે. જેમાં રૂપિયા 19,950, 31,340, અને રૂપિયા 49,700 રૂપિયા પગાર જાહેર કરવામાં આવ્યો છે. પગાર અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ છે.
Rajkot Municipal Corporation Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
રાજકોટ મહાનગર પાલિકાની ભરતી માટે આ તમામ પોસ્ટ પર ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની પોસ્ટ માટે નોટિફિકેશન ખાસ વાંચવું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર