Sarkari Naukri: રાજકોટ મનપામાં 29 જગ્યા માટે ભરતી, 49,700 રૂ. સુધી પગાર, વિવિધ પોસ્ટ માટે ફટાફટ કરો અરજી

રાજકોટ મનપામાં સરકારી નોકરીની ભરતી

Rajkot Municipal Corporation Recruitment 2021 : રાજકોટ મનપામાં આસીસ્ટન્ટ મેનેજર,ટેક્સ ઓફિસર, ડે.ચીફ એકાઉન્ટન્ટ, વોર્ડ ઓફિસર, સેનેટરી સબ ઇન્સપેક્ટર, સ્ટેશન ઓફિસરની ભરતી

  • Share this:
    Rajkot Municipal Corporation Recruitment 2021 : સરકારી નોકરી કરવા માંગતા યુવક-યુવતીઓ માટે રાજકોટ મનપામાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજકોટ મનપામાં વિવિધ 29 જગ્યા માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. મનપામાં શરૂઆતમાં ફિક્સ પગારની આ નોકરી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે આ નોકરીઓ માટે લાયક હોવ તો જાહેરાત વાંચી અને 10-11-2021 (ast date for applying in Rajkot Municipal Corporation Recruitment 2021)સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

    કઈ કઈ પોસ્ટ માટે છે ભરતી : રાજકોટ મહાનગરપાલિકાની જાહેરાત મુજબ આસીસ્ટન્ટ મેનેજરની 2, ટેક્સ ઓફિસરની 1, ડે.ચીફ એકાઉન્ટન્ટની 2, વોર્ડ ઓફિસર 2, સેનેટરી સબ ઇન્સપેકટરની 20, સ્ટેશન ઓફિસરની 2 મળીને કુલ 29 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

    શૈક્ષણિક લાયકાત

    આ ભરતીમાં દરેક નોકરી માટે અલગ અલગ લાયકાત અને વય મર્યાદા લાગુ કરવામાં આવી છે. ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન અને જે તે વિષયો સાથે ફર્સ્ટક્લાસ વગેરે જેવા ગ્રેડથી પાસ થયેલા ઉમેદવારો આ નોકરી માટે આવેદન કરી શકશે. આવેદન કરવા માટે ઓનલાઇન અરજી કરતા પહેલાં ચોક્કસથી જાહેરાત વાંચજો.

    ઉમેદવારી માટે ફીસ અને અંતિમ તારીખ સહિતની સૂચના

    આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બિન અનામત પુરૂષ અને મહિલા ઉમેદવારોએ 500 રૂ. તથા અનામત કેટેગરીના ઉમેદવારોએ 250 રૂ. ભરવાના રહેશે. આ અરજી કરવા માટેની અંતિમ તારીખ 10મી નવેમ્બર 20211 છે. તમારી શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અન્ય વિગતો આ અરજી માટે આપવામાં આવેલા કોષ્ટક પરથી તપાસની રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો



































    પોસ્ટ : 29
    પોસ્ટની વિગતો : આસીસ્ટન્ટ મેનેજરની 2, ટેક્સ ઓફિસરની 1, ડે.ચીફ એકાઉન્ટન્ટની 2, વોર્ડ ઓફિસર 2, સેનેટરી સબ ઇન્સપેકટરની 20, સ્ટેશન ઓફિસરની 2
    શૈક્ષણિક લાયકાત : દરેક પોસ્ટ માટે અલગ અલગ અલગ




    પસંદગી પ્રક્રિયા :
    લેખિત ઈન્ટરવ્યૂ અને પરીક્ષા દ્વારા
    આવેદન કરવાની અંતિમ તારીખ : 10-11-2021
    આવેદન શુલ્ક : બિન અનામત માટે 500 રૂ. અનામત કેટેગરીમાં 250 રૂ.
    ઓનલાઇન જાહેરાત જોવા માટે ક્લિક કરો : આસીસ્ટન્ટ મેનેજર, ટેક્સ ઓફિસર, ડે.ચીફ એકાઉન્ટન્ટની જાહેરાત જોવા ક્લિક કરો/ સેનેટરી સબ ઇન્સપેક્ટરની જાહેરાત જોવા ક્લિક કરો / સ્ટેશન ઓફિસરની ભરતીની જાહેરાત જોવા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે : અહીંયા ક્લિક કરો

    પસંદગી પ્રક્રિયા

    આ નોકરીઓ માટે પસંદ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ યોજવામં આવશે અને તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. દરેક જગ્યા પર સરકારી નિયમો મુજબ આરક્ષિત અને બિન આરક્ષિત સીટ માટે આવેદન કરવાનું રહેશે. વય મર્યાદાની છૂટછાટ પણ સરકારી નીતિનિયમોને આધીન છે.

    આ પણ વાંચો  :   Sarkari Naukri: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફની 114 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી

    ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ

    પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.

    રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.

    ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે

    રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
    Published by:Jay Mishra
    First published: