મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: વિશ્વમાં સૌથી વધુ નેનો સાયન્સ (Nano Science) નો ઉપયોગ જાપાનમાં થાય છે.નેનો સાયન્સ વિશે ગુજરાતમાં ઘણી જ ઓછી અવેરનેસ વિદ્યાર્થીઓ (Students) માં છે. ધો.12 સાયન્સ પછી ડોક્ટર, એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં જ કારકિર્દી બનાવી શકાય તેવું નથી પરંતુ નેનો સાયન્સમાં પણ બેસ્ટ કારકિર્દી બનાવી શકાય છે. ગુજરાતમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University, Rajkot) માં નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટ(Department of Nano Science and Advanced Materials)આવેલ છે. હાલ એડમિશન પ્રક્રિયા ચાલુ છે.
સૂક્ષ્મ વસ્તુઓનો અભ્યાસ કરવો એ નેનો સાયન્સ
નેનો સાયન્સ ભવનમાં પીએચ.ડી કરી રહેલા પંકજ સોલંકીએ જણાવ્યું હતું કે, હું અહીં રિચર્સ કરી રહ્યો છું, તેમજ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી રહ્યો છું. નેનો સાયન્સ એ એક એવા મટિરિયલના આયામની સ્ટડી છે જેની અંદર સૂક્ષ્મ વસ્તુઓનો અભ્યાસ કરવો એ નેનો સાયન્સ છે. જેમાં નેનો કમ્પોઝાઇટ, ફોર્સફેટ, નેનો પાર્ટિકલ, થીંકફેમ પર કામ થતું હોય છે. મટિરિયલને પ્લાઝમા ફોર્મેટમાં કન્વર્ટ કરી થીંકફેમ બનાવવામાં મદદ કરે છે.
ગુજરાતની અંદર નેનો સાયન્સને લઇને ખૂબ જ ઓછુ નોલેજ
પંકજ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમની અંદર ઓક્સિજન, હિલિયમ અને ટેરાફ્લુરાઇડ ગેસનો ઉપયોગ થાય છે. ટેરાફ્લુરાઇડ ગેસ સૌથી મોંઘો છે. જેની કિંમત આશરે 6 લાખ રૂપિયા છે. હાલ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે તેનો ભાવ વધીને 15થી 17 લાખ થયો છે. તેનું રેટિંગ દોઢ વર્ષનું છે. ગુજરાતની અંદર નેનો સાયન્સને લઇને ખૂબ જ ઓછુ નોલેજ છે. વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે આ ફિલ્ડમાં આવો અને તમારી તક વધારો. સૌથી વધુ નેનો ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વમાં જાપાનમાં થાય છે, ટેકનોલોજીમાં આગળ પડતો દેશ છે. વિદ્યાર્થીઓને જોબ માટેની ખૂબ મોટી તક છે
બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં તો અદભૂત ઉપયોગ
ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સના હેડ ડો.ભરત કટારીયાએ જણાવ્યું હતું કે, નેનો સાયન્સનો અર્થ જેના ડાયમેન્સર એટલે કે પરિમાણ આપણે કહીએ છીએ, એ ટેન ઇન ટુ માઇનસ નાઇન મીટરના હોય છે. એટલે કે ખૂબ સૂક્ષ્મ, જેને નરી આંખે જોઈ શકાતા નથી. નેનો સાયન્સના મટિરિયલ એવા ડિઝાઇનમાં વાપરવામાં આવે છે કે, જેના પરિમાણો ખૂબ સૂક્ષ્મ હોય. એટલે કે, વસ્તુઓને ખૂબ નાની કરી એના વિવિધ ઉપયોગો અને વિવિધ પ્રોપર્ટી છે તેને તમે પે કરી શકો અથવા મોડીફાઇ કરી શકો.
આના માટે નેનો સાયન્સ બ્રાન્ચનો વિકાસ થાય છે. સામાન્ય રીતે નેનો સાયન્સ એટલે બધે જ. નેનો સાયન્સનો ફિઝીક્સ પણ ઉપયોગ કરે છે, બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં તો અદભૂત ઉપયોગ કરવામાં આવે છે. નેનો સાયન્સમાં હાલ ખૂબ જ રિસર્ચ થઈ રહ્યું છે.
2016માં સરકારની ગ્રાન્ટ અને 6 અધ્યાપકો ડિપાર્ટમેન્ટ શરૂ થયો
ડો. ભરત કટારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનુ હતું કે, ગુજરાતમાં નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટ શરૂ કરવું. એ અંગે 2016માં સરકારની ગ્રાન્ટ અને 6 અધ્યાપકો સાથે મંજૂરી સાથે આ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ડિપાર્ટમેન્ટમાં ધો.12 પછી સીધું એડમિશન આપવામાં આવે છે. ધો.12નું A, B અથવા AB ગ્રુપ અથવા વિદ્યાર્થીઓ ધો.10 પછી જો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય એન્જિનિયરિંગ તો તેમને પણ એડમિશન આપવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Rajkot city, રાજકોટ