Railway Recruitment: રેલેવેમાં બમ્પર ભરતી, 10-12 સાથે ITI પાસની 2206 જગ્યા માટે કરો અરજી

Railway Recruitment: રેલવેની વિવિધ પોસ્ટ પર rrcecr.gov.in દ્વારા ભરતીની જાહેરાત, લાયકાત અને છેલ્લી તારીખ જાણો

Sarkari Naukri 20121 : પૂર્વ મધ્ય રેલવેના રેલવે રિક્રુટમેન્ટ સેલ (Railway Recruitment Cell) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

  • Share this:
    કેન્દ્રમાં સરકારી નોકરી (central Government Job) કરવા ઇચ્છુક લોકો માટે સારા સમાચાર છે. પૂર્વ મધ્ય રેલવેના રેલવે રિક્રુટમેન્ટ સેલ (Railway Recruitment Cell) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અહીં રેલવેની ભરતી (Railway Recruitment) અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. ઉમેદવારો દાનાપુર ડિવિઝન, ધનબાદ ડિવિઝન, પ્લાન્ટ ડેપો/ પંડિત દિન દયાળ ઉપાધ્યાય, સમસ્તીપુર વિભાગ, પંડિત દિન દયાળ ઉપાધ્યાય વિભાગ, કેરેજ એન્ડ વેગન રિપેર વર્કશોપ/ હરનઉટ, મિકેનિકલ વર્કશોપ/ સમસ્તીપુર અને સોનપુર ડિવિઝનમાંથી માત્ર એક વિભાગ અથવા એકમ પસંદ કરી શકે છે. એપ્રેન્ટિસની અરજી માટે પ્રક્રિયા આગામી તા.5 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

    રેલવે ભરતી: ક્યાં કેટલી જગ્યા ખાલી?  દાનાપુર ડિવિઝન: 675, ધનબાદ ડિવિઝન: 156 સમસ્તીપુર ડિવિઝન: 81 પંડિત દિન દયાળ ઉપાધ્યાય ડિવિઝન: 892 કેરેજ એન્ડ વેગન રિપેર વર્કશોપ: 110 મિકેનિકલ વર્કશોપ/સમસ્તીપુર: 110 સોનપુર ડિવિઝન: 47

    ટ્રેડમાં ભરતી

    ફિટર, ટર્નર, વેલ્ડર, મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ફોર્જર અને હીટ ટ્રીટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ગ્રાઇન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એમએમટીએમ

    આ પણ વાંચો : Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

    શૈક્ષણિક લાયકાત

    આ જગ્યાઓ માટે ઉમેદવારે મેટ્રિક/ ધો.10ની અથવા તેના સમકક્ષ (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, જેમાં લાગતા વળગતા ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ અને આઇટીઆઇ (એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ/સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ)માંથી કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 18 વર્ષ પૂરી હોવી જોઈએ અને 1 જાન્યુઆરી, 2021માં 24 વર્ષની ઉંમર પૂરી ન થઈ હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 2206




    શૈક્ષણિક લાયકાત :
    10+2 સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સાથે
    પસંદગી પ્રક્રિયા : મેરિટના આધારે
    અરજી ફી : 100 રૂ.
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : 5-11-2021
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન આવેદન કરવા માટે :  અહીંયા ક્લિક કરો



    અરજી માટે ફી કેટલી છે?

    આ જગ્યાઓ પર અરજી માટેની ફી તરીકે રૂ.100 લેવાય છે. જે પરત મળવા પાત્ર નથી. આરઆરસી/ઇસીઆરની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર ઓનલાઇન અરજી પૂર્ણ થયા પછી પેમેન્ટ ગેટવે મારફતે ફી ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારોને ચુકવણી કરવા માટે બેંક પેમેન્ટ ગેટવે પર ડાયરેકટ કરી દેવાશે.

    આ પણ વાંચો :  DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની ઓનલાઇન અરજી આજથી શરૂ, 9,000રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ

    રીતે અરજી કરવી?

    ઉમેદવારોએ આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
    First published: