Home /News /career /Railway Recruitment: રેલવેમાં 2900થી વધુ જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી
Railway Recruitment: રેલવેમાં 2900થી વધુ જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી
Eastern Railway Recruitment 2022 : ઈસ્ટર્ન રેલવે દ્વારા 2972 જગ્યાની ભરતી માટે ઓનલાઈન અરજી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Railway Recruitment 2022 : રેલવે રિક્રુટમેન્ટ સેલના ઈન્સટર્ન રેલવે વિભાગ દ્વારા (RRCER) દ્વારા 2900+ એપ્રેન્ટિસ માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી કરી શકે છે.
Eastern Railway Recruitment 2022 Notification: રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (Railway Recruitment Cell, RRC), ઈસ્ટર્ન રેલ્વે (Eastern Railway, ER) દ્વારા હાવડા, સીલદાહ, માલદા, આસનસોલ, કાંચરાપારા, લીલુઆહ, જમાલપુર વગેરે સ્થળો સહિતના વિવિધ એકમોમાં વિવિધ ટ્રેડ્સ હેઠળ એપ્રેન્ટિસની ભરતી (recruit Apprentices) કરવામાં આવી રહી છે.
વિવિધ પદો પર થનારી ભરતી વિશે વિગતો જેમ કે લાયકાતના ધારાધોરણ, ટર્મ એન્ડ કન્ડિશન વિશે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન (Eastern Railway Recruitment 2022 Notification) માં જોઈ શકે છે. આ સાથે જ RRC/ER/ કોલકાતા ની ઓફિશિયલ વેબસાઈટ rrcer.com પરથી પણ વધુ વિગતો મેળવી શકાય છે
અરજી કરતા પહેલા ઉમેદવારે એ બાબતની ખાતરી કરી લેવી કે તે જણાવવામાં આવેલી તમામ લાયકાતો પૂર્ણ કરતો હોય.
Eastern Railway Recruitment 2022 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ - 11 એપ્રિલ 2022 ઓનલાઈન અરજી કરવાની અંતિમ - 10 મે 2022
ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે RRC દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
Eastern Railway Recruitment 2022- આ રીતે કરો અરજી
RRC/ER કોલકાતાની ઓફિશિયલ વેબસાઈટ www.rrcer.com પર વિઝિટ કરો. માંગવામાં આવેલી તમામ વિગતો ભરો. હવે સ્કેન ફોટો, સિગ્નેચર અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો. એપ્લિકેશન ફી ભરો. એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.