Home /News /career /

Railway Recruitment 2022: રેલવેમાં 2422 જગ્યા માટે ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

Railway Recruitment 2022: રેલવેમાં 2422 જગ્યા માટે ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

રેલવેમાં 10 પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની નોકરી, અહીંયા આપવામાં લિક દ્વારા કરો અરજી

RRC CR Apprentice Recruitment 2022 : રેલવેમાં નોકરી (Railway Job) મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ (Railway Recruitment Cell) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

    Railway Recruitment : રેલવેમાં નોકરી (Railway Job) મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ (Railway Recruitment Cell) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલે (RRC) મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કરવામાં આવી રહી છે. તમામ ઉમેદવારો જે આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે વેબસાઇટ rrccr.com પર જઈને કરી શકે છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 2422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    એપ્રેન્ટિસની પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગે છે, તેઓએ RRCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકે છે.

    અરજી કરવા માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી, 2022 છે. 16 તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરનારે બધી જ પ્રોસેસ પુરી કરી દેવી જરુરી છે. દેશમાં રેલ્વેમાં નોકરી કરનારા અને કરવા ઇચ્છતા લોકોની સંખ્યા વધુ છે.



    આ જગ્યાઓ પર થશે ભરતી

    મુંબઈ ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 1659
    ભુસાવલ ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 418
    પુણે ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 152
    નાગપુર ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 114
    સોલાપુર ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 79

    ઉમેદવારની જરૂરી લાયકાત

    ઉમેદવારોએ NCVT અથવા SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ અને રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.

    આ પણ વાંચો : BARC Recruitment 2022 : BARCમાં આવી ભરતી, મળશે 55,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ

    પસંદગી પ્રક્રિયા અને ઉંમર

    ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજીની ફી રુ. 100 જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા2422
    શૈક્ષણિક લાયકાતNCVT અથવા SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ અને રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.
    પસંદગી પ્રક્રિયામેરિટના આધારે
    અરજી કરવાની ફી100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ16-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક  કરો



    આ પણ વાંચો : SEBI Recruitment 2022: SEBIમાં યંગ પ્રોફેશનલની ભરતી, 60,000 સુધી મળશે પગાર

    કઇ રીતે કરી શકો છો અરજી?

    • ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે, રેલવેની વેબસાઈટ પર જવું.

    • વેબસાઇટના હોમ પેજ પર ભરતીની લિંક પર જવું.

    • જે બાદ Online Application for Engagement (Training) of Act Apprentice in Central Railway (2021-22) લિંક પર જાઓ.

    • હવે Apply Onlineની લિંક પર ક્લિક કરો.

    • હવે વિનંતી કરેલ વિગતો ભરીને નોંધણી કરો.

    • તમારા આઇડી પાસવર્ડ સાથે લોગીન કરો

    • પ્રાપ્ત નોંધણી નંબરની મદદથી અરજી ફોર્મ ભરો.

    • એપ્લિકેશનની ફી ની ચુકવણી કરીને, સબમીટ કરો.

    • ભવિષ્યમાં જરુરિયાત માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર