Railway Recruitment: રેલવેમાં વધુ 1033 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી
Railway Recruitment: રેલવેમાં વધુ 1033 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી
South East Railway Recruitment 2022, :
1033 એપ્રેન્ટિસ પદો પર કરવામાં આવશે ભરતી
Railway Recruitment 2022 : રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેમાં (South East Central Railway Recruitment ) બમ્પર ભરતી બહાર આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
South East Central Railway Recruitment 2022 Notification: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR), રાયપુર ડિવિઝન દ્વારા ઓફિશિયલ વેબસાઈટ secr.indianrailways.gov.in પર એપ્રેન્ટિસ (Apprentice)ની પોસ્ટ પર ભરતીને લઈને નોટિફિકેશન જાહેર કરાઈ છે. જે મુજબ રાયપુર ડિવિઝન અને SECRની વેગન રિપેર શોપ હેઠળ વેલ્ડર, ટર્નર, ફિટર, ઇલેક્ટ્રિશિયન, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી), સ્ટેનોગ્રાફર (હિન્દી), કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર, મશીનિસ્ટ, મિકેનિક ડીઝલ, મિકેનિક રિપેર એન્ડ એર કન્ડિશનર, મિકેનિક ડીઝલ, મિકેનિક રિપેર એન્ડ એર કન્ડિશનર, મિકેનિક એન્ડ ઓટો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સહિતના વિવિધ ટ્રેડ્સ માટે કુલ 1033 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ (South East Central Railway (SECR) Recruitment) છે.
આ પોસ્ટ માટે પાત્ર અને રસ ધરાવતા લોકો 24 મે 2022ના રોજ અથવા તે પહેલાં apprenticeshipindia.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારો 1 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમાર્થી તરીકે રહેશે અને છત્તીસગઢ સરકારના નિયમો અનુસાર સ્ટાઈપેન્ડ મળશે.
South East Central Railway Recruitment : મહત્વની તારીખો
આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 મે, 2022 છે.
South East Central Railway Recruitment ખાલી જગ્યાની વિગતો