Home /News /career /Railway Recruitment 2022: પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત, આ તારીખથી કરી શકશો અરજી
Railway Recruitment 2022: પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત, આ તારીખથી કરી શકશો અરજી
રેલવેમાં ભરતી
પશ્ચિમ રેલવે (WR)ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC Recruitment 2022) તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી (Apply Online) પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.
Jobs And Career: વિવિધ સરકારી ક્ષેત્રોમાં રોજગારની નવી તકો (Government Jobs) સામે આવી રહી છે. જેથી આ માટે તૈયારી કરતા ઉમેદવારોને નોકરીનો અવસર મળી રહે છે. ત્યારે આ જ રીતે સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
પશ્ચિમ રેલવે (WR)ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC Recruitment 2022) તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી (Apply Online) પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.
અરજી કરવા માટેની લિંક 05 સપ્ટેમ્બર 2022ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરી યોગ્યતા ધરાવતા ઉમેદવારો 04 ઓક્ટોબર 2022 ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય તે માટે ફોર્મની એક નકલ તમારી પાસે અવશ્ય રાખવી.
આ પોસ્ટ માટે કરવામાં આવશે ભરતી
રેસલિંગ, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નાસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી માટે ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જે ઉમેદવારો કોઈપણ ફિલ્ડમાં સ્નાતક છે અથવા 12મું પાસ છે, તેઓ રેલ્વે ભરતી 2022 માટે અરજી કરવા માટે પાત્ર છે. આ ઉમેદવારો પાસે જે-તે ક્ષેત્રમાં રમતગમતની સિદ્ધિઓ હોવી જોઈએ.
ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવારો આરઆરસી - ડબ્લ્યુઆર વેબસાઇટ-https://www.rrcwr.com ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધણી સમયે ઉમેદવારોએ 12 અંકોનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. આધાર નંબર ન ધરાવતા અને આધાર માટે નોંધણી કરાવનારા પરંતુ આધાર કાર્ડ પ્રાપ્ત ન થયા હોય તેવા ઉમેદવારો આધાર નોંધણી સ્લિપ પર છાપેલ 28 આંકડાના આધાર નોંધણી આઈડી દાખલ કરી શકે છે.
કેટલી છે એપ્લિકેશન ફી?
એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા, લઘુમતી અને આર્થિક પછાત વર્ગ - રૂ।. 250/-
આ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર