Railway Recruitment 2022: ભારતીય રેલ્વે (INDIAN RAILWAY) માં નોકરી કરવા ઇચ્છુકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે નોર્થ ફ્રન્ટિયર રેલ્વે (Northeast Frontier Railway) એપ્રેન્ટીસ પોસ્ટ્સ (NFR Recruitment 2022) ની ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નોર્થ ફ્રન્ટિયર રેલ્વે (NFR) ની સત્તાવાર વેબસાઇટ nfr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકશે. અરજીઓ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 30 જૂન 2022 સુધી જ આ પોસ્ટ માટે અરજી કરી શકશે. આ ભરતી દ્વારા કુલ 5,636 જગ્યાઓ ભરવામાં આવશે.
Northeast Frontier Railway Recruitment 2022- ભરતી અંગે વિગતો
આ પદો માટેની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. દરેક એકમમાં મેટ્રિકમાં મેળવેલા ગુણની ટકાવારી (ઓછામાં ઓછા 50% એકંદર માર્કસ સાથે) + ITI માર્ક્સ જે ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરેલી હોવી જરૂરી છે તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, પેનલ મેટ્રિક અને ITI માં સરેરાશ ગુણ પર આધારિત હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર