Home /News /career /Railway Recruitment 2021 : રેલવેમાં ધો. 10 પાસની ભરતી, 1785 જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તક

Railway Recruitment 2021 : રેલવેમાં ધો. 10 પાસની ભરતી, 1785 જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તક

Indian Railway Recruitment 2021 : રેલવેમાં 17785 એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ

sarkari Naukri Railway Recruitment 2021 : દક્ષિણ પૂર્વ રેલવેમાં 1785 જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવા માટે ફટાફટ વિગતો ચેક કરો, આજે છે અંતિમ તક

    sarkari Naukri Railway Recruitment 2021 : રેલવેમાં હાલમાં એપ્રેનટિસની (Apprentice Vacancy in Indian Railway)  બમ્પર ભરતી ખુલી છે. દરેક ડિવિઝનમાં ધો. 10-12 પાસ માટે એપ્રેન્ટિસની (Jobs in Railway for 10th and 12th Pass)  નોકરીઓ બહાર પાડવામાં આવી છે. દરમિયાન અન્ય ડિવિઝનની જેમ દક્ષિણ પૂર્વ રેલવેમાં પણ એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. ધો.10 પાસ માટે કુલ 1785 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે 15મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. આજે આ નોકરી માટે ઓનલાઇન (Railway Recruitment 2021 rrcecr Last date of online application  અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે

    Railway Recruitment 2021 rrcecr જગ્યા : આ નોકરી અંતર્ગત ખડગપુર વર્કશોપમાં 360, સિગ્ન અને ટેલિકોમ વર્કશોપ ખડગપુરમાં 87, ટ્રેક મશિન વર્કશોપ ખડગપુરમાં 120, એસએસઈ વર્કશોપ ખડગપુરમાં 28, કેરેડ વેગન ડેપો ખડગપુરમાં 121, ડિઝલ લોકો શેડ ખડગપુરમાં 50, ડીઈઈ ખડગપુરમાં 90, ટીઆરડી ડેપો ખડગરપુરમાં 40, ઈએમયુ શેડમાં 40, ઇલેકટ્રિક લોકો શેડ સંતરાગચીમાં 36, ચક્રધરપુરમાં 93, ઇલેક્ટ્રિક ટ્રેક્શન ડેપો ખડગપુરમાં 30 જગ્યા છે

    જ્યારે કેરેજ વેગન ડેપો ખડગપુરમાં 65, ઇલેક્ટ્રિક લોકો શેડમાં 72, એન્જિનિયરીંગ વર્કશોપાં 100, ટ્રેક મશીન વર્કશોપ સિનીમાં 7, એસએસઈ વર્કશોપ ચક્રધરપુરમાં 26, ઇલેક્ટ્રિક લોકો શેડ બોન્ડામુંડામાં 50, ડિઝલ લોકો શેડ બોંદામુંડા 52, આદ્રા ડીઈઈમાં 30, કેરેજ વેગન ડેપો આદ્રામાં 30, ડિઝલ લોકો શેડ બીકેએસસીમાં 33, ટીઆરડી ડેપો આદ્રામાં 30 મળીને કુલ 1785 જગ્યાની ભરતી છે.

    આ પણ વાંચો :  BECIL Recruitment 2021: BECILમાં 80 પોસ્ટ માટે ભરતી, 43,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    Railway Recruitment 2021 rrcecr  ભરતીના વિભાગ

    આ ભરતીમાં ફિટર, ટર્નર, વેલ્ડર, મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ફોર્જર અને હીટ ટ્રીટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ગ્રાઇન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એમએમટીએમ વગેરેની ભરતી છે.

    Railway Recruitment 2021 rrcecr    શૈક્ષણિક લાયકાત

    આ જગ્યાઓ માટે ઉમેદવારે મેટ્રિક/ ધો.10ની અથવા તેના સમકક્ષ (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, જેમાં લાગતા વળગતા ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ અને આઇટીઆઇ (એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ/સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ)માંથી કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 15 વર્ષ પૂરી હોવી જોઈએ અને 1 જાન્યુઆરી, 2021માં 24 વર્ષની ઉંમર પૂરી ન થઈ હોવી જોઈએ.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    Railway Recruitment 2021 rrcecr    અરજી માટે ફી

    આ જગ્યાઓ પર અરજી માટેની ફી તરીકે રૂ.100 લેવાય છે. જે પરત મળવા પાત્ર નથી. આરઆરસી/ઇસીઆરની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર ઓનલાઇન અરજી પૂર્ણ થયા પછી પેમેન્ટ ગેટવે મારફતે ફી ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારોને ચુકવણી કરવા માટે બેંક પેમેન્ટ ગેટવે પર ડાયરેકટ કરી દેવાશે.
    જગ્યા :1785
    શૈક્ષણિક લાયકાત :10 પાસ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સાથે
    પસંદગી પ્રક્રિયા :મેરિટના આધારે
    અરજી ફી :100 રૂ.
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ :14-12-2021
    ઓનલાઇન જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન આવેદન કરવા માટે : અહીંયા ક્લિક કરો



    રીતે અરજી કરવી?

    ઉમેદવારોએ આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Railway Recruitment 2021, કારકિર્દી માર્ગદર્શન, કેરિયર

    विज्ञापन
    विज्ञापन