Government Jobs: આ એપ્રેન્ટીસશિપ તાલીમ ભરતી માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી 10માની અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
Government Jobs: આ એપ્રેન્ટીસશિપ તાલીમ ભરતી માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી 10માની અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
નવી દિલ્હી: Railway Jobs : રેલવે ભરતી (Indian Railway Jobs) સેલે પૂર્વ રેલવેમાં એપ્રેન્ટિસશિપ તાલીમ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. નોટિસ અનુસાર, રેલવેના હાવડા, સિયાલદાહ, આસનસોલ, માલદા, કાંચરાપરા, લીલુઆ અને જમાલપુર વિભાગમાં એપ્રેન્ટિસશીપ પોસ્ટ્સ માટે કુલ 3366 જગ્યાઓ ખાલી છે. આ એપ્રેન્ટિસશિપ તાલીમ ભરતી માટેની અરજી પ્રક્રિયા 4 ઓક્ટોબરથી શરૂ થશે અને 3 નવેમ્બર સુધી ચાલુ રહેશે. તમે રેલવે ભરતી સેલની વેબસાઇટ rrcer.com પર RRC ER ની મુલાકાત લઈને આ માટે અરજી કરી શકો છો. નોટિસ અનુસાર, અરજી બાદ પસંદગી પામેલા ઉમેદવારોની યાદી 18 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.
આ એપ્રેન્ટીસશિપ તાલીમ ભરતી માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી 10માની અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ સાથે, ઉમેદવાર પાસે NCVT / SCVT દ્વારા જારી કરાયેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, નોટિસ અનુસાર, રેલવે એપ્રેન્ટિસશીપ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. યોગ્યતાના આધારે ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ તાલીમ માટે પસંદ કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા (surat municipal corporation recruitment) દ્વારા ભરતી થવા જઈ રહી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Recruitment in SMC) દ્વારા સમાચાર પત્રોમાં જાહેરખબર આપી છે. જે પ્રમાણે સુરત મહાનગર પાલિકામાં વિવિધ કેડરમાં કુલ 6 જગ્યાની ભરતી થવા જઈ રહી છે. નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોએ જગ્યાઓ માટે https://www.suratmunicipal.gov.inની વેબરાઈટ ઉપર તારીખ. 4-10-2021 (સમય સવારે 10:30 કલાક)થી તારીખ18-10-2021 (રાત્રે 11.00 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. (સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો.)
ખાલી કેડરનું નામ
1- મ્યુનિસિપલ સેક્રેટરીની કુલ 2 જગ્યા
2- એડિશનલ સીટી ઈજનર, (સિવિલ) (બીજો પ્રયાસ)(ભવિષ્યમાં ખાલી પડનાર) કુલ 2 જગ્યા
3- કાર્યપાલક ઈજનેર (વર્કશોપ/મીકેનીકલ) કુલ બે જગ્યા
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર