Railway Jobs: રેલવેમાં નોકરી માટે ધોરણ-10 પાસ આજથી કરી શકશે અરજી, ITI ફરજિયાત

ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરીની તક (તસવીર: Shutterstock)

Railway Jobs: પસંદગી પામનાર ઉમેદવારને દરેક ટ્રેક માટે એક વર્ષની તાલિમ આપવામાં આવશે. તાલિમ દરમિયાન છત્તીસગઢ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે સ્ટાઇપેન્ડ પણ મળશે.

  • Share this:
    નવી દિલ્હી: ધોરણ-10 પાસ હોય તેવા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક છે. રેલવે તેમના માટે સારી નોકરીની તક લાવ્યું છે. હકીકતમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (South East Central Railway) તરફથી 432 પોસ્ટ માટે ભરતીનું આયોજન છે. આ માટે 11 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. અરજી કરવા માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારે વધારે વિગત માટે અધિકૃત વેબસાઇટ secr.indianrailways.gov.in પર જવાનું રહેશે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ માટે https://apprenticeshipindia.org/ વેબસાઇટ મારફથે અરજી કરી શકાશે.

    ઉલ્લેખનીય છે કે પસંદગી પામનાર ઉમેદવારોને પ્રત્યેક ટ્રેડ માટે 1 વર્ષ માટે તાલિમ આપવામાં આવશે. તાલિમ દરમિયાન ઉમેદવારોને છત્તીસગઢ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે સ્ટાઇપેન્ડ પણ મળશે. તાલિમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોની કાયમી નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ-10 અથવા મેટ્રિકની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. સાથે જ કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધીત ટ્રેડમાં આઈટીઆઈ કોર્સ (ITI courses) પાસ કરેલો હોવો જોઈએ.

    સામાન્ય સૂચના:

    >> આ માટે વધારે સૂચના માટે તમે કામના કલાકો દરમિયાન 07752-243635 નંબર પર સંપર્ક કરી શકો છો.
    >> તમામ અરજી https://apprenticeshipindia.org વેબસાઇટ મારફતે કરવાની રહેશે.
    >> SC/ST/OBC ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
    >> નોકરી માટે ભલામણ કરનાર ઉમેદવારોની અરજી રદ કરી દેવામાં આવશે.
    >> ઉમેદવારને કોઈ જ ટ્રાવેલ અલાઉન્ટ કે DA આપવામાં નહીં આવે.
    >> ઉમેદવારોએ અરજી સાથે તાજેતરના ફોટોગ્રાફની સ્કેન કોપી અને સ્કેન કરેલી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી અપલોટ કરવાની રહેશે.

    રેલવે તરફથી જાહેર કરવામાં આવેલું નોટિફિકેશન:



    સંપૂર્ણ નોટિફિકેશન અહીં વાંચો: રેલવેમાં 432 પોસ્ટ માટે ભરતીનું આયોજન

    Railway Jobs: રેલવેએ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું

    આ રીતે નોકરીની શોધ કરી રહેલા ધોરણ-10 પાસ ઉમેદવારો પાસે રેલવેમાં કામ કરવાનો સારો મોકો છે. રેલવે વિભાગે આ માટે નોટિફિકેશન જાહેર કરીને વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્યતા પ્રાપ્ત ઉમેદવાર રેલવેની અધિકૃત વેબસાઇટ rwf.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ઉપરાંત ઑફલાઇન અરજી પણ કરી શકાય છે. ઉમેદવારોએ 13 સપ્ટેમ્બર 2021 સુધી દસ્તાવેજ અને અરજી ફોર્મ મુખ્ય કાર્મિક અધિકારી, કાર્મિક વિભાગ, રેલ વ્હીકલ ફેક્ટરી, યલહંકા, બેંગલુરુ-560064ના સરનામે મોકલવાનું રહેશે. હકીકતમાં આ નોટિફિકેશન રેલ વ્હીલ ફેક્ટ્રી તરફથી જાહેર કરવામાં આવ્યું છે. નોટિફિકેશન પ્રમાણે અરજીકર્તાઓ પાસેથી ટ્રેડ એપ્રેન્ટિસ જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે.

    નોકરીને લગતા વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published: