Home /News /career /Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

Konkan Railway Recruitment: કોંકણ રેલવેમાં સીનિયર અને જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર કાયમી નોકરીની સુવર્ણ તક

Konkan Railway Recruitment: કોંકણ રેલવેમાં સીનિયર અને જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર કાયમી નોકરીની સુવર્ણ તક

નવી દિલ્હી. ભારતીય રેલવેમાં નોકરી (Indian Railways Jobs) મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારી તક ઊભી છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડમાં (Konkan Railway Corporation Limited) વેકન્સી બહાર પડી છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડને જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સંચાલિત થનારી યૂએસસીઆરએલ પ્રોજેક્ટ (USCRL Project) માટે ટેકનિકલ આસિસ્ટન્ટની (Technical Assistant Post) જરૂરિયાત છે. તેના માટે કોંકણ રેલવેએ નોટિફિકેશન (KRCL Recruitment Notification) જાહેર કરી દીધું છે. ટેકનિકલ આસિસ્ટન્ટ પદ પર ભરતી માટે કોઈ પ્રકારની પરીક્ષા નહીં લેવાય. આ નોકરી સાથે જોડાયેલી જરૂરી માહિતી કોંકણ રેલવેની વેબસાઇટ konkanrailway.com પર આપવામાં આવી છે.

નોટિફિકેશનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, સીનિયર ટેક્નીકલ આસિસ્ટન્ટ સિવિલ પદ માટે સાત વેકન્સી છે. જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ પદ માટે પણ સાત વેકન્સી છે. આ બંને પદોની વેકન્સીમાં પાંચ સીટો ઓબીસી અને બે એસટી વર્ગ માટે અનામત છે. જનરલ કેટેગરી માટે કોઈ વેકન્સી નથી.

ઉંમર મર્યાદા (Age Limit)

સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ પદ માટે મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. જ્યારે જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે મહત્તમ ઉંમર 25 વર્ષ માંગવામાં આવી છે. બંને પદો માટે ઉમેદવારોની ઉંમરની ગણતરી પહેલી સપ્ટેમ્બર 2021થી કરવામાં આવશે.

કોંકણ રેલવેમાં આ પગાર પર મળશે નોકરી

સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ) પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 36,000 રૂપિયા પગાર આપવામાં આવશે. આ ઉપરાંત, જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)ના પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને 30,000 રૂપિયા દર મહિને પગાર મળશે.

આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, જાણો સમગ્ર પ્રક્રિયા

Konkan Railway Recruitment: જરૂરી શૈક્ષણિક લાયકાત

સીનિયર અને જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ-બીઇ/બીટેક સિવિલની ડિગ્રી, ન્યૂનતમ 60% માર્કની સાથે પાસ હોવા જોઈએ.

Konkan Railway Recruitment Notification વાંચવા માટે અહીં ક્લિક કરો

Konkan Railway Recruitment: ક્યારે થશે Walk-in Interview

>> સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ- 20થી 22 સપ્ટેમ્બર સુધી સવારે 9:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી
>> જૂનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ- 3થી 25 સપ્ટેમ્બર સુધી સવારે 9:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી

આ પણ વાંચો, Amazon સાથે કમાણી કરવાની સુવર્ણ તક, આ 35 શહેરોમાં 8000 લોકોને આપશે Jobs, અહીં કરો રજિસ્ટ્રેશન

પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરીની તક


જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો પોસ્ટ ઓફિસમાં હાલ બમ્પર વેકન્સી પડી છે. ભારતીય ડાક વિભાગે ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલ અને ઉત્તર પ્રદેશ પોસ્ટલ સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. GDS પોસ્ટ માટે કોઈ પણ ધોરણ-10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. જો તમારે પણ આ નોકરી માટે અરજી કરવી છે તો appost.in પર ઓનલાઇન અરજી કરી શકો છો. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વગેરે વિગત નીચે પ્રમાણે છે.
First published:

Tags: Government jobs, Indian railways, Jobs, કેરિયર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો