Railway Bharti 2021: રેલવેમાં 10-12 પાસે માટે સરકારી નોકરી, 1664 પોસ્ટ માટે બહાર પડી ભરતી

રેલવેમાં 1664 એપ્રેન્ટિસની જગ્યા ભરાશે. નોર્થ સેન્ટ્રલ રેલવેની ભરતની જાહેરાતની તમામ માહિતી મેળવો

Railway Bharti 2021: રેલવે રિક્રુટમેન્ટ સેલ દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફટાફટ જાણો લાયકાત અને કરો અરજી

  • Share this:
    કેન્દ્રમાં સરકારી નોકરી (central Government Job) કરવા ઇચ્છુક લોકો માટે સારા સમાચાર છે. પૂર્વ મધ્ય રેલવેના રેલવે રિક્રુટમેન્ટ સેલ (Railway Recruitment Cell) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અહીં રેલવેની ભરતી (Railway Recruitment) અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. ઉમેદવારોને પ્રયાગરાજ ડિવિઝન, ઝાંસી ડિવિઝન, વર્કશોપ ઝાંસી, આગ્રા ડિવિઝન માટે પસંદ કરવામાં આવશે.

    આ ટ્રેડ માટે છે ભરતી : આ ભરતીમાં ફિટર, ટર્નર, વેલ્ડર, મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ફોર્જર અને હીટ ટ્રીટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ગ્રાઇન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એમએમટીએમ વગેરે જોબ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    રેલવે એપ્રેન્ટિસ ભરતી 2021: શૈક્ષણિક લાયકાત -

    ટ્રેડ વેલ્ડર, કાર્પેન્ટર અને વાયરમેનની જગ્યા માટે ઉમેદવાર 8 પાસ હોવો ફરજિયાત છે. વધુમાં, ઉમેદવાર પાસે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. અન્ય જગ્યાઓ માટે, ઉમેદવારે 10 અને 12 પાસ હોવું ફરજિયાત છે. ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત વેપારમાં ITI ડિગ્રી હોવી જોઈએ.

    આ પણ વાંચો :  DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની ઓનલાઇન અરજી આજથી શરૂ, 9,000રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ

    ઉમર મર્યાદા : આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, ઉચ્ચ વય મર્યાદામાં, OBC ઉમેદવારો માટે 3 વર્ષ અને SC અને ST ઉમેદવારો માટે 5 વર્ષ. ઉમેદવારોની ઉંમર 1/12/2021 થી ગણવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 1664




    શૈક્ષણિક લાયકાત :
    10+2 સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સાથે
    પસંદગી પ્રક્રિયા : મેરિટના આધારે
    અરજી ફી : 100 રૂ.
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : 1-12-2021
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન આવેદન કરવા માટે :  અહીંયા ક્લિક કરો



    અરજી માટે ફી કેટલી છે? આ જગ્યાઓ પર અરજી માટેની ફી તરીકે રૂ.100 લેવાય છે. જે પરત મળવા પાત્ર નથી. આરઆરસી/ઇસીઆરની સત્તાવાર વેબસાઇટ rrcpryj.gov.in પર ઓનલાઇન અરજી પૂર્ણ થયા પછી પેમેન્ટ ગેટવે મારફતે ફી ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારોને ચુકવણી કરવા માટે બેંક પેમેન્ટ ગેટવે પર ડાયરેકટ કરી દેવાશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

    ક્યાં કેટલી જગ્યા છે : આ ભરતી પ્રક્રિયા હેઠળના પ્રયાગરાજ ડિપાર્ટમેન્ટના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં 364 જગ્યા ચે, જ્યારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 339 જગ્યા છે. આ ઉપરાંત ઝાંસી ડિવિઝનમાં 480 જગ્યા છે જ્યારે વર્કશોપ ઝાંસીમાં 185 જગ્યા છે. આ ઉપરાંત આગરા ડિવિઝનમાં 296 જગ્યા છે.
    Published by:Jay Mishra
    First published: