Home /News /career /

RailTel Recruitment 2022 : રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી, રૂ.1.80 લાખ સુધી મળશે પગાર

RailTel Recruitment 2022 : રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી, રૂ.1.80 લાખ સુધી મળશે પગાર

Railtel Recruitment 2022 : રેલટેલ કોર્પોરેશન ઓપ ઈન્ડિયામાં 69 જગ્યા માટે ભરતી,અહીંયાથી કરો અરજી

Railtel Recruitment 2022 : લટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે (RailTel Recruitment 2022) વિવિધ જગ્યાઓ માટે 69 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીમાં ટેક્નિકલ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને લીગલ ડિપાર્ટમેન્ટ સામેલ છે.

    RailTel Recruitment 2022 :  રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે (RailTel Recruitment 2022) વિવિધ જગ્યાઓ માટે 69 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીમાં ટેક્નિકલ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને લીગલ ડિપાર્ટમેન્ટ સામેલ છે. RCILની ઓફિશ્યલ વેબસાઇટ railtelindia.com પર તમે 23 ફેબ્રુઆરી સુધીમાં અરજી (Apply Online) કરી શકો છો. રેલટેલના વિવિધ ડિપાર્ટમેન્ટ જેમ કે ડેપ્યુટી મેનેજર, મેનેજર અને સિનિયર મેનેજર વગેરે પોસ્ટ પર તમે અરજી કરી શકો છો.

    RailTel Recruitment 2022  શૈક્ષણિક લાયકાત 

    આ પદો પર અરજી કરવા ઇચ્છા ધરાવતા ઉમેદવારો એન્જીનિયરીંગમાં BE અથવા BTech અથવા Bscની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. આ ઉપરાંત જે લોકો ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં અરજી કરવા ઇચ્છે છે. તેઓએ માર્કેટિંગ/ટેલિકોમ/આઇટી સાથે MBA અથવા PG ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. ડેપ્યુટી મેનેજર માટે CA/ICWA/LLB ક્લિયર કરેલું હોવું આવશ્યક છે.

    આ પણ વાંચો : SEBI Recruitment 2022: SEBIમાં યંગ પ્રોફેશનલની ભરતી, 60,000 સુધી મળશે પગાર

    RailTel Recruitment 2022 વયમર્યાદા

    ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 21થી 28 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જ્યારે મેનેજર લેવલની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 23થી 30 વર્ષની વચ્ચે હોવી જોઇએ. જ્યારે સિનિયર મેનેજરની પોસ્ટ માટે 27 વર્ષથી 34 વર્ષની વચ્ચેની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

    નોકરીની ટૂુંકી વિગતો































    જગ્યા69
    શૈક્ષણિક લાયકાતBE અથવા BTech અથવા Bscની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. આ ઉપરાંત જે લોકો ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં અરજી કરવા ઇચ્છે છે. તેઓએ માર્કેટિંગ/ટેલિકોમ/આઇટી સાથે MBA અથવા PG ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. ડેપ્યુટી મેનેજર માટે CA/ICWA/LLB ક્લિયર કરેલું હોવું આવશ્યક છે
    પસંદગી પ્રક્રિયાપસંદગી પ્રક્રિયા ઓનલાઇન પરીક્ષાના પરીણામના આધારે ઇન્ટરવ્યૂ પરથી કરવામાં આવશે
    અરજી કરવાની ફીહા
    અરજી કરવાની અંતિમ તારીખ23-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    RailTel Recruitment 2022 આ રીતે કરો અરજી

    - રેલટેલની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને કરીયર પેજ ઓપન કરો.

    - Regular Recruitment પર ક્લિક કરીને Click Here to Apply પર ક્લિક કરો.

    - હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છો છો તેના માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી વિગતો ભરો.

    - તમારો સ્કેન કરેલો ફોટો, સ્કેન કરેલી સહી અને સ્કેન કરેલ થમ્બ ઇમ્પ્રેશન અપલોડ કરો.

    - અરજીની વિગતો ચકાસી અને ફોર્મની ફી ચૂકવણી કરો. અરજી કરવા માટે SC, ST, PwBDsના ઉમેદવારો માટે ફી રૂ. 600 અને અન્ય ઉમેદવારો માટે રૂ. 1200 ફી રાખવામાં આવી છે.

    - ભરતી સંબંધિત અન્ય પ્રોસેસ માટે એપ્લિકેશન ફોર્મની એક કોપી સેવ કરો.

    RailTel Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયા ઓનલાઇન પરીક્ષાના પરીણામના આધારે ઇન્ટરવ્યૂ પરથી કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષાનો સમય 2 કલાક સુધીનો રહેશે અને 150 MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ઇન્ટરવ્યૂના 50 માર્ક્સ હશે. ઉમેદવારે પસંદગી માટે ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં 60 ટકા ગુણ મેળવવા ફરજીયાત છે. પોસ્ટની ખાલી જગ્યાના આધારે મેરિટ બહાર પાડીને પસંદગી કરવામાં આવશે.

    આ પણ વાંચો :  BARC Recruitment 2022 : BARCમાં આવી ભરતી, મળશે 55,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ

    RailTel Recruitment 2022 પગાર

    ડેપ્યુટી મેનેજરના પદ માટે પસંદગી પામનાર ઉમેદવારને રૂ. 40,000થી રૂ. 1,40,000 પગાર આપવામાં આવશે. જ્યારે મેનેજરની પોસ્ટ માટે રૂ. 50,000થી રૂ. 1,50,000 અને સિનિયર મેનેજરની પોસ્ટ માટે રૂ. 60,000થી રૂ.1,80,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, ભરતી, સરકારી નોકરી

    આગામી સમાચાર